નવી દિલ્લી: અમેરિકા અને NATO દેશ એક વાર ફરી ભયમાં જોવા મળી રહ્યા છે. તેનું કારણ પણ નાનું નથી કારણ કે રશિયાએ સોવિયત સંઘ ટૂટ્યા પછી વેરાન પડેલા તમામ મિલિટ્રી બેસને એકવાર ફરીથી ખોલવાનું શરૂ કરી દીધું છે. અમેરિકી મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોના મતે, રશિયાએ દશકોથી વેરાન પડેલા પોતાના ઘણા મિલિટ્રી બેસ પર આર્મી ખડે પગે ઉભી કરવાનું શરૂ કરી દીધું છે. માત્ર એટલું જ નહીં, રશિયા એ સિવાય અન્ય અડ્ડાઓ પર પોતાની અત્યાધુનિક ન્યૂક્લિયર મિસાઈલ પણ ઉભી કરી રહ્યું છે. નાટોને ડર છે કે રશિયા આ અડ્ડાઓમાંથી વૉશ્ગિટન, કેલિફોર્નિયા, સાઉથ દકોટા અને અલાસ્કાને પોતાના નિશાને લેવાની તૈયારી કરી રહ્યું છે.


તમને જણાવી દઈએ કે આ તમામ બીજા વિશ્વ યુદ્ધ વખતે USSRના મહત્વના આર્મી બેસ હતા. જો કે વર્ષ 1960 પછી આ બેસ એકદમ વેરાન પડ્યા હતા. અને ભૂતિયું શહેર બની ગયું હતું. અમેરિકી મીડિયામાં આવેલા રિપોર્ટસ પ્રમાણે સોવિયત યૂનિયન ટૂટ્યા પછી હાલમાં પણ રશિયામાં આવા 15 મિલિટ્રી બેસ હાજર છે, જેને દેશના ઑફિશિયલ નક્શામાંથી દૂર રાખવામાં આવે છે. દુનિયામાં કોઈ પણ દેશની પાસે આ શહેરોના નામ અને લોકેશનની પૂરતી જાણકારી નથી. સુરક્ષાના કારણોસર આ જગ્યા પર વિદેશીઓ અને મીડિયાને પણ જવાની મંજૂરી નથી.