Visa Update : બ્રિટનમાં કામ કરવા ઈચ્છુક ભારતીયો માટે રાહતના સમાચાર છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે વ્યવસાય અને નોંકરી કરવા ઈચ્છુક ભારતીય યુવાઓ માટે વીઝા આપવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ અનુંસાર આ યોજના 18-30 વર્ષના શિક્ષિત ભારતીય નાગરિકોને એક વ્યવસાયિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં ભાગ લેવાની તક પુરી પાડશે.
બ્રિટના વડાપ્રધાન ઋષિ સુનકે વ્યવસાય અને નોંકરી કરવા ઈચ્છુક ભારતીય યુવાઓ માટે દર વર્ષે 3000 વીઝા આપવાના પ્રસ્તાવને મંજુરી આપી છે. બ્રિટનના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારત આ પ્રકારની યોજનાનો લાભ મેળવનાર પહેલોવીઝા-રાષ્ટ્રીય દેશ છે, જે યૂકે-ઈન્ડિયા માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપની તાકાત દર્શાવે છે.
મોદી-સુનક મુલાકાતના કલાકો બાદ જ જાહેરાત
ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજીત G-20 શિખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના યૂકે સમર્થક ઋષિ સુનક વચ્ચે યોજાયેલી એક સંક્ષિપ્ત બેઠકના કેટલાક કલાક બાદ જ આ જાહેરાત કરવામાં આવી હતી. સુનકે ગયા મહિને કાર્યભર સંભાળ્યા બાદ વડપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની આ પહેલી મુલાકાત છે. બંને નેતાઓ વચ્ચે થયેલી આ મુલાકાતની એક તસવીર શેર કરતા ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે, બાલીમાં G-20 શિખર સમ્મેલનના પેહલા જ દિવસે વાતચીત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક.
ઋષિ સુનકે શું કહ્યું?
બ્રિટનના પીએમ ઋષિ સુનકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,હિંદ-પ્રશાંત અમારી સુરક્ષા અબે સમૃદ્ધિ માટે સતત મહત્વપૂર્ણ બનતો જઈ રહ્યો છે. તે ગતિશીલ અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓથી સભર છે. આગામી દાયકામાં આ વિસ્તારમાં શું ઘટશે તેનાથી પરિભાષિત કરવામાં આવશે. સુનકે આગળ ઉમેર્યું હતું કે, તેઓ ભારત સાથે યુકેના મજબુત સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોના અવિશ્વસનિય મૂલ્યને પ્રાત્યક્ષરૂપે ઓળખે છે. તેમને આનંદ છે કે, ભારતના હજી પણ અનેક પ્રતિભાશાળી યુવાઓને યુકેમાં& જીવનનો એ અનુંભવ કરવાની તક મળશે જે અમારી અર્થવ્યવસ્થાઓ અને સમાજને સમૃદ્ધબનાવવામાં મદદરૂપ સાબિત થશે.