નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે આજે યુદ્ધનો આઠમો દિવસ છે. બન્ને દેશોની વચ્ચે તણાવ ઓછુ થવાનુ નામ નથી લઇ રહ્યો. યૂક્રેન પર હુમલો કરવાના કારણે અમેરિકા, યૂરોપ સહિતના કેટલાય દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવી દીધા છે. હવે રશિયાએ પણ વળતો જવાબ આપવા માટે મેદાનમા આવી ગયુ છે. 


આવામાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં રશિયન આંતરરાષ્ટ્રીય સ્પેસમાં મોકલનારા રૉકેટ પર અમેરિકા અને બ્રિટનને ઝંડાઓને હટાવવામાં આવી રહ્યાં છે, પણ ત્યાં ભારતના તિરંગાના ઝંડાને લગાવેલો રાખવામાં આવ્યો છે. 






આ વીડિયોમાં રશિયા, અમેરિકા, જાપાન અને બ્રિટનના ઝંડાઓ ઢંકાયેલા છે, જ્યારે ભારતના ઝંડાને તેના સ્થાન પર લગાવી રાખવામાં આવ્યો છે. રશિયન અંતરિક્ષ એજન્સી રૉસ્કોસમૉસના પ્રમખ દિમિત્રી રોગોઝિને ટ્વીટ કરીને કહ્યું કે લૉન્ચર... અમે ફેંસલો કર્યો છે કે કેટલાક દેશોના ઝંડા વિના અમારુ રૉકેટ વધુ સુંદર દેખાશે.




અમેરિકા-યૂરોપીય દેશોએ રશિયાને બહાર કર્યુ તે 'SWIFT' ગ્લૉબલ પેમેન્ટ સિસ્ટમ શું છે, રશિયા કઇ રીતે પડશે નબળુ, જાણો વિગતે
Russia Ukraine War: રશિયા (Russia)ના યૂક્રેન (Ukraine) પરના હુમલાની વચ્ચે (US) અને યૂરોપીય દેશો (European countries)એ રશિયા પર મોટી એક્શન લીધી છે. રશિયાની મુખ્ય બેન્કોની પેમેન્ટ સિસ્ટમ (Swift)માંથી બહાર કરવાનો છે. આનાથી રશિયાની ફાઇનાન્સિયલ સિસ્ટમને મોટો ઝટકો લાગ્યો છે, અને તેને આર્થિક નુકશાન ઉઠાવવુ પડી શકે છે. જોકે રશિયા પર આર્થિક રોક લગાવવાથી અમેરિકા અને યૂરોપીય દેશોને પણ નુકશાનનો સામનો કરવો પડશે, કેમે કે તમામ આ દેશોની મોટી કંપનીઓ પોતાનો સામાન રશિયામાં નિકાસ કરે છે. સ્વિફ્ટ સિસ્ટમથી જો રશિયા બહાર થયુ તો તમામ મોટી કંપનીઓનુ પેમેન્ટ પણ રોકાઇ જશે.  


શું છે સ્વિફ્ટ - 
સ્વિફ્ટ એક વૈશ્વિક પેમેન્ટ સિસ્ટમ ( Global Payment System) છે. આનુ આખુ નામ ધ સોસાયટી ફૉર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેન્ક ફાઇનાન્શિયલ ટેલિકૉમ્યૂનિકેશન (The Society for Worldwide Interbank Financial Telecommunication) છે. આ એક રીતની ફાઇનાન્સિયલ મેસેજિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે દુનિયાભરની બેન્કોને એકબીજા સાથે જોડવાનુ કામ કરે છે. 


દુનિયાના 200 દેશો અને 11 હજાર નાણાંકીય સંસ્થાઓ આ ગ્લૉબલ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલા છે, જેને સ્વિફ્ટ મારફતે ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનના ઇન્સ્ટ્રક્શન મળે છે. આ સિસ્ટમનુ સંચાલિન બેલ્ઝિયમમાંથી કરવામાં આવે છે. સ્વિફ્ટ એવી ઇન્ટરબેન્ક પેમેન્ટ સિસ્ટમ છે જેના દ્વારા કોઇપણ દેશ બીજા દેશ સાથે વેપાર કરવાની સ્થિતિમાં ફટાફટ પેમેન્ટ કરી દે છે. આને એક ફાસ્ટ સુરક્ષિત સિસ્ટમ માનવામાં આવે છે. આખી દુનિયામાં બિઝનેસની લેવડદેવડ આ સ્વિફ્ટથી જ કરવામાં આવે છે.