Russia Sanctions Bill: યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન તેલ ખરીદનારા દેશો પર 500 ટકા ટેરિફ લાદવા માટે સેનેટની મંજૂરીની જરૂર નથી. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે, આ વખતે ટેરિફ ટારગેટ ય ભારત નહીં પણ ચીન છે.
સ્કોટ બેસન્ટે દાવો કર્યો હતો કે, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યા બાદ ભારતે રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાની કડક વેપાર નીતિને કારણે ભારતે તેની આયાતમાં ફેરફાર કર્યો છે.
500% ટેરિફ બિલ શું છે?
બેસન્ટ જે બિલનો ઉલ્લેખ કરી રહ્યા હતા તે રશિયા પ્રતિબંધ બિલ છે, જે અમેરિકાને રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર ઓછામાં ઓછા 500% ટેરિફ લાદવાની મંજૂરી આપશે. આ બિલને આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની મંજૂરી મળી ગઈ હતી.
સ્કોટ બેસન્ટે આ વાત કહી
એક મુલાકાતમાં, બેસન્ટે કહ્યું, "સેનેટર લિન્ડસે ગ્રેહામે સેનેટ સમક્ષ રશિયન તેલ ખરીદદારો પર 500% ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. અમે જોઈશું કે તે પસાર થાય છે કે નહીં. જ્યારે અમે માનીએ છીએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેની જરૂર નથી, તેઓ IEPA ((International Emergency Powers Act) ) હેઠળ તેનો અમલ કરી શકે છે, પરંતુ સેનેટ તેમને ઔપચારિક રીતે આ અધિકાર આપવા માંગે.
અમેરિકાનો યુરોપ પર હુમલો
વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ પણ યુરોપની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ચાર વર્ષ પછી પણ, યુરોપ હજુ પણ રશિયન તેલ ખરીદી રહ્યું છે, આમ પોતાની સામેના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. બેસન્ટે દાવો કર્યો હતો કે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયન તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા 25% ટેરિફ લાદવામાં આવ્યા પછી, ભારતે તેની ખરીદી ઘટાડી દીધી છે અને હવે તેને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.
ચીન પર નિશાન સાધતા
સ્કોટ બેસન્ટે ચીનને રશિયાનો સૌથી મોટો તેલ ખરીદનાર ગણાવ્યો અને કહ્યું કે અમેરિકા લાંબા સમયથી ચીન પર 500% સુધીના ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યું છે કારણ કે તે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે.
500% ટેરિફ બિલ પર ભારતનું સત્તાવાર વલણ
ભારતે પણ યુએસ રશિયા પ્રતિબંધ બિલ પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે પ્રસ્તાવિત બિલથી સંપૂર્ણપણે વાકેફ છીએ અને તેનાથી સંબંધિત તમામ વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ."
