Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે દોઢ વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ બંને દેશો વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રશિયાએ ફરી એકવાર યુક્રેન પર હુમલો કર્યો છે. આ હુમલામાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યાં 20 લોકો ઘાયલ થયા છે. હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બોમ્બ ઝડપથી પડે છે અને ચારેબાજુ માત્ર અંગારા જ દેખાય છે.
ઝેલેંસ્કીએ શું કહ્યું
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ કહ્યું, માર્યા ગયેલા લોકો નિર્દોષ હતા. આ લોકોએ કંઈ ખોટું કર્યુ નહોતું, મૃતકોની સંખ્યા વધી શકે છે.
બંને દેશની સેનાઓ પકડ મજબૂત કરવા લગાવી રહી છે જોર
રશિયાએ જ્યાં મિસાઇલ છોડી તે શહેર કોસ્ત્યન્તિન્વિકા યુક્રેનના પૂર્વમાં આવેલા ડોનેટ્સ્કથી નજીક છે. આ વિસ્તારમાં બંને દેશોની સેના તેમની પકડ મજબૂત કરવા પૂરુ જોર લગાવી રહી છે. રશિયાની હુમલાથી વ્યથિત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ કહ્યું, રશિયાની બુરાઈને બને તેટલી વહેલી ખતમ કરવી જોઈએ.
યુક્રેનના ડેનિસ શમાહાલ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, 16 મૃતકોમાં એક બાળક પણ સામેલ છે, જ્યારે 20 અન્ય ઘાયલ થયા છે. હુમલાની જાણકારી મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. યુક્રેનના અધિકારીના કહેવા મુજબ, હાલ તમામ સેવાઓ કામ કરી રહી છે અને હુમલાના કારણે લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગમાં યુદ્ધ મેદાનથી ઘણી નજીક આવેલી બજાર, દુકાનો પ્રભાવિત થઈ છે.