Ukraine Receives Bloody Packages: રશિયા અને યૂક્રેનની વચ્ચે લગભગ 10 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, અને હજુ પણ યુદ્ધ અટકવાનુ નામ નથી લઇ રહ્યું. રશિયા સતત યૂક્રેન પર હુમલા કરી રહ્યું છે, અને યૂક્રેન પણ સતત તેનો વળતો જવાબ આપી રહ્યું છે. રશિયાના હૂમલામાં યૂક્રેના શહેરોના શહેરો ખંડેરમાં ફેરવાઇ ગયા છે, છતાં યૂક્રેન પીછેહઠ કરવા તૈયાર નથી. ત્યારે આ બધાની વચ્ચે યૂરોપમાં યૂક્રેની દૂતાવાસોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
સ્પેન સહિત આખા યૂરોપમાં યૂક્રેની દૂતાવાસો અને કેટલાય વાણિજ્ય દૂતાવાસોને જાનવરોની આંખો વાળા 'ખૂની પેકેજ' અને લેટર બૉમ્બ મોકલવામાં આવી રહ્યાં છે. યૂક્રેની વિદેશ મંત્રાલયે 'ખૂની પેકેજ'ને ડરાવનારા અને આતંકનુ સુનિયોજિત અભિયાન બતાવ્યુ છે. ધ વૉશિંગટન પૉસ્ટ અનુસાર, યૂક્રેને આ ઘટનાની પાછળ રશિયાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
'ખૂની પેકેજ'માં મળ્યા જાનવરોના અંગ -
યૂક્રેની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બતાવ્યુ કે, નેધરલેન્ડ્સ, પૉલેન્ડ, ક્રૉએશિયા, ઇટાલી અને ઓસ્ટ્રિયામાં દૂતાવાસોની સાથે સાથે ચેક ગણરાજ્યના નેપલ્સ અને બ્રનો સ્થિત યૂક્રેની વાણીજ્ય દૂતાવાસોમાં 'ખૂની પેકેજ' મળી આવ્યા હતા. રૉમમાં એક યૂક્રેની અધિકારીએ યેવેનિયમા વોલોશચેન્કોએ કહ્યું કે, તેમના દૂતાવાસમાં પ્રાપ્ત પાર્સલમાં માછલીની આંખ હતી. ચેક પોલીસે કહ્યું કે બ્રનો સ્થિત યૂક્રેની વાણીજ્ય દૂતાવાસમાં મળેલા લેટરમાં જાનવરોના અંગો હતા.
Russia-Ukraine War: રશિયા સામેનું યુદ્ધ રોકવા માટે એલન મસ્કના પ્રસ્તાવ પર ભડક્યા યુક્રેનના રાષ્ટ્રપતિ, કહ્યુ- યુક્રેન આવો અને...
Volodymyr Zelensky on Elon Musk: હાલના દિવસોમાં ટ્વિટરના નવા માલિક એલન મસ્ક ટ્વિટર પર પોલ કરીને દરેક મુશ્કેલ મુદ્દાનો ઉકેલ શોધી રહ્યા છે. તેઓ ટ્વિટર પર પોલિંગ કરાવે છે અને લોકોના અભિપ્રાય મુજબ કામ કરે છે. તાજેતરમાં તેમણે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને એક સર્વે પણ કર્યો હતો. આ પછી પોતાની સલાહ પણ આપી.
જોકે એલન મસ્કની સલાહ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પસંદ પડી ન હતી અને તેમણે મસ્ક પર કટાક્ષ કર્યો હતો. યુદ્ધ સમાપ્ત કરવાના મસ્કના પ્રસ્તાવની ટીકા કરતા ઝેલેન્સકીએ મસ્કને તેમના યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
ઝેલેન્સ્કીએ મસ્કને આમંત્રણ આપ્યું
મસ્કનો ઉલ્લેખ કરતા ઝેલેન્સકીએ ન્યૂયોર્ક ટાઇમ્સ માટે ડીલબુક સમિટમાં કહ્યું હતું કે મને લાગે છે કે મસ્ક કોઈનાથી પ્રભાવિત છે અથવા તે પોતાના મનની વાત કરે છે. ઝેલેન્સકીએ મસ્કને આમંત્રણ આપ્યું અને કહ્યું કે જો તમારે સમજવું હોય કે રશિયાએ અહીં શું કર્યું છે, તો યુક્રેન આવો અને બધું જુઓ. તે પછી મને કહો કે આ યુદ્ધ કેવી રીતે સમાપ્ત કરવું. યુદ્ધ કોણે શરૂ કર્યું અને તે ક્યારે સમાપ્ત થઈ શકે? આ પછી ઝેલેન્સકીએ મસ્ક વિશે પણ એક પોલિંગ કરાવ્યું હતું. ઝેલેન્સકીએ પૂછ્યું કે તમને કયો એલન મસ્ક ગમે છે? જવાબમાં બે વિકલ્પ આપ્યા હતા. 1- રશિયાને સમર્થન. 2- યુક્રેનનો સમર્થક. ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પુતિન રશિયાના નેતા રહેશે ત્યાં સુધી તેઓ ક્યારેય રશિયા સાથે વાતચીત નહીં કરે.