Russia Ukraine War: યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, રશિયાએ બુધવારે ચેતવણી આપી કે તેમના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોની પ્રતિક્રિયા પર કામ કરી રહ્યું છે. પ્રતિબંધો લગાવનારા દેશોને જડબાતોડ જવાબ આપવામાં આવશે.


રશિયાની અર્થવ્યવસ્થા 1991 માં સોવિયેત સંઘના પતન પછી સૌથી ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે. યુરોપીયને દેશોએ યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે લગભગ સમગ્ર રશિયન નાણાકીય અને કોર્પોરેટ સિસ્ટમ પર ગંભીર પ્રતિબંધો લગાવ્યા છે.


યુએસએ રશિયન તેલની આયાત પર પ્રતિબંધો લગાવ્યા


યુએસ પ્રમુખ જો બાઇડેને મંગળવારે યુક્રેન પર મોસ્કોના હુમલાના વિરોધમાં રશિયન તેલ અને અન્ય ઊર્જાની આયાત પર તાત્કાલિક પ્રતિબંધો લાદ્યા હતા. રશિયાએ આ સપ્તાહની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે જો યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન રશિયામાંથી ક્રૂડની આયાત પર પ્રતિબંધ લાદશે તો તેલના ભાવ પ્રતિ બેરલ $300ને વટાવી શકે છે.


રશિયાનું કહેવું છે કે યુરોપ દર વર્ષે લગભગ 50 કરોડ ટન તેલનો વપરાશ કરે છે. રશિયા તેમાંથી લગભગ 30%, અથવા 150 મિલિયન ટન, તેમજ 80 મિલિયન ટન પેટ્રોકેમિકલ્સ સપ્લાય કરે છે.


‘ચારેબાજુ બોમ્બ-રોકેટ પડવાનો આવતો હતો અવાજ’, પૂર્વ મિસ યુક્રેને વર્ણવી પુત્ર સાથે દેશ છોડવાની કહાની


 ભૂતપૂર્વ મિસ યુક્રેન વેરોનિકા ડીડુસેન્કોએ યુક્રેન પર રશિયાના આક્રમણ પછી તેના 7 વર્ષના પુત્ર સાથે કિવથી વિદાયની હૃદયસ્પર્શી વાત કરી.. તેમણે વિશ્વના દેશોને રશિયાના હુમલાનો સામનો કરવા માટે તેમના દેશના લોકોને વધુ શસ્ત્રો અને અન્ય સૈન્ય સાધનો આપવા પણ અપીલ કરી છે.


2018માં જીત્યો હતો મિસ યુક્રેનનો તાજ


વેરોનિકાએ વર્ષ 2018માં મિસ યુક્રેનનો તાજ જીત્યો હતો. તેણે કહ્યું કે તે અને તેનો પુત્ર રશિયન આક્રમણના પ્રથમ દિવસે હવાઈ હુમલા અને વિસ્ફોટના સાયરન્સના અવાજથી જાગી ગયા. આ સાથે જ બંને રસ્તાઓ પર નીકળેલા હજારો લોકોની ભીડમાં સામેલ થઈ ગયા, જેઓ યુક્રેનથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.


એક પણ એવું સ્થળ નહોતું જ્યાં સાયરન વાગતી ન હોય કે બોમ્બના અવાજ ન સંભળાતા હોય


વેરોનિકાએ કહ્યું, 'યુક્રેનની સરહદ સુધીના મારા પ્રવાસમાં એવું કોઈ સ્થાન નહોતું જ્યાં સાયરન ન વાગતું હોય, જ્યાં રોકેટ કે બોમ્બના અવાજ સંભળાતા ન હોય.' મહિલા અધિકારો માટે લડત આપનાર યુએસ એટર્ની ગ્લોરિયા ઓલરેડની લોસ એન્જલસ ઓફિસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ભૂતપૂર્વ મિસ યુક્રેને પોતાની વાર્તા કહી. આ દરમિયાન ગ્લોરિયાએ જણાવ્યું કે તેની વેરોનિકા સાથે થોડા મહિના પહેલા જ મિત્રતા થઈ હતી.


યુએસ એટર્ની અનુસાર વેરોનિકા અને તેનો પુત્ર કોઈક રીતે યુક્રેનથી મોલ્ડોવા પહોંચ્યા અને પછી અન્ય યુરોપિયન દેશોની મુસાફરી દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં પ્રવેશ્યા. રોનિકાએ કહ્યું કે તેણે તેના પુત્રને જીનીવામાં છોડીને અમેરિકા જવાનો હ્રદયસ્પર્શી નિર્ણય લેવો પડ્યો, જેથી તે ગ્લોરિયા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી શકે.


મહિલાઓ આશ્રયસ્થાનમાં બાળકોને આપી રહી છે જન્મ


યુક્રેનિયન ધ્વજ સાથે મેચ કરવા માટે વાદળી-પીળા પોશાકમાં સજ્જ વેરોનિકાએ કહ્યું, વધુ દુઃખની વાત એ છે કે કેટલીક મહિલાઓ આવા સંજોગોમાં આ આશ્રયસ્થાનોમાં બાળકોને જન્મ આપી રહી છે. ભૂતપૂર્વ મિસ યુક્રેનના જણાવ્યા અનુસાર, તેના પુત્ર માટે યુએસ વિઝા મેળવવાની તેણીની વિનંતી નકારી કાઢવામાં આવી છે, તેથી તે આ સપ્તાહના અંતે તેની મુલાકાત લેવા જીનીવા પરત ફરશે.


આઝાદી માટે સતત લડતાં રહીશું


ગ્લોરિયાએ આશા વ્યક્ત કરી કે બાઇડેન વહીવટીતંત્ર આગામી દિવસોમાં વધુ યુક્રેનિયન નાગરિકોને યુએસ આવવા માટે વિઝા નિયમોમાં રાહત આપશે. ભૂતપૂર્વ મિસ યુક્રેનએ કહ્યું, "યુક્રેનિયનોમાં તેમની જમીન અને ઘરોની રક્ષા કરવાની હિંમત છે, પરંતુ તેમને પૂર્વ અને ઉત્તર તરફથી સતત હુમલાઓને રોકવા માટે વધારાના શસ્ત્રો અને દારૂગોળાની સખત જરૂર છે. અમે અમારી અને તમારી આઝાદી માટે લડતા રહીશું.