Russia Ukraine War: દુનિયામાં અત્યારે એકબાજુ મંદી, આર્થિક કટોકટી અને કોરોનાની સ્થિતિ છે, ત્યારેબીજી બાજુ મહાસત્તા રશિયા વધુ આક્રમક થઇ રહી છે. રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે, રશિયાએ થોડાક દિવસો પહેલા યૂક્રેનના ખેરસૉન પર હુમલો કર્યો હતો, પરંતુ આ હુમલામાં યૂક્રેની સેનાએ રશિયન સેનાને પરાજિત કરીને ખેરસૉનને છોડાવી લીધુ હતુ. આ ખેરસૉનમાં મળેલી હારથી હવે રશિયા ગિન્નાયુ છે. રશિયાએ ફરી એકવાર પોતાની સેનાને યૂક્રેન પર તાબડતોડ હુમલો કરવા માટે છુટ આપી દીધી છે, અને આ પછી રશિયન સેનાએ ખેરસૉન પર ભયંકર બૉમ્બમારો કરીને 15થી નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે, એટલુ જ નહીં 60 થી 70 ઘરોમાં વીજળી ગુલ કરી દીધી છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ તાજેતરમાં જ ખેરસૉન પર હારનો સામનો કર્યો છે, અને યૂક્રેની સેનાએ ખેરસૉનને પાછુ મેળવી લીધુ છે, આ વાત હવે રશિયાને ગમી નથી, અને તેને ફરીથી ખેરસૉન પર બૉમ્બવર્ષા શરૂ કરી દીધી છે, હાલમાં ખેરસૉનમાં ભયંકર અને ડરામણી સ્થિતિ પેદા થઇ ગઇ છે. તાજેતરના સમયમાં રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડને નિશાન બનાવ્યું છે. મોટા શહેરોમાં વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન વિરુદ્ધ કોલ્ડને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવવા માંગે છે. આ જ કારણ છે કે રશિયન એરસ્ટ્રાઈકમાં યુક્રેનિયન પાવર સ્ટેશનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, યુક્રેનના એનર્જી સ્ટ્રક્ચરને નિશાન બનાવ્યાના રશિયન હુમલાના બે દિવસ પછી દેશમાં 60 લાખથી વધુ ઘરો હજુ પણ પાવર કટથી પ્રભાવિત છે. રશિયાએ ખેરસનને ફરીથી નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આ યુદ્ધ રોકવા માટે દુનિયાના મોટાભાગના દેશે યૂએનમાં અપીલ પણ કરી ચૂક્યા છે, પરંતુ પુતિન યૂક્રને પર સતત હુમલા કરી રહ્યાં છે. ખેરસન શહેરના એક અધિકારી ગલિયાના લુગોવાએ જણાવ્યું હતું કે, કુલ 15 રહેવાસીઓ માર્યા ગયા હતા અને એક બાળક સહિત 35 ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઘણા ખાનગી ઘરો અને બહુમાળી ઇમારતોને નુકસાન થયું છે.