Russia Ukraine War: યૂક્રેન અને રશિયા વચ્ચાં યુદ્ધ સતત ભીષણ થઇ રહ્યું છે. પાંચમા દિવસે પણ રશિયા અટકવાનુ નામ નથી લઇ રહ્યું તો બીજુબાજુ યૂક્રેન સૈનિકો પણ જબરદસ્ત રીતે લડાઇ કરી રહ્યાં છે. એટલુ જ નહીં સૈનિકોની સાથે સાથે હવે દેશના નાગરિકો પણ લડાઇમાં જોડાઇ ચૂક્યાં છે. રશિયન સેના સામે યૂક્રેનીયન નાગરિકોનો હોંસલો સતત વધી રહ્યો છે. રશિયન સેનાની બોમ્બમારીમાં કેટલાય શહેરો અને ઘરો તબાહ થઇ ગયા છે. છતાં યૂક્રેનીયન નાગરિકોનુ મનોબળ નથી તુટ્યુ તે દર્શાવતો એક વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
'ઘર તુટ્યુ પણ હિંમત નહીં'-
તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં એક યૂક્રેનીયન મહિલા રશિયન સેનાના બૉમ્બમારામાં તબાહ થઇ ગયેલા પોતાના ઘરની સાફ સફાઇ કરી રહી છે. તેનુ આખુ ઘરે રશિયન સૈનિકોએ બરબાદ કરી દીધુ છે, છતાં તેનુ મનોબળ નથી તુટ્યુ, તે ઘરના કાંચ અને તુટેલા સામાનને સમેટી રહી છે, આ દરમિયાન તેની આંખોમાં આસુ છે અને મોંઢે યૂક્રેનનુ રાષ્ટ્રગાન છે. મહિલા રડતાં રડતાં રાષ્ટ્રગાન ગાઇને પોતાનુ ઘર સાફ કરી રહી છે. આ વીડિયો લોકોને પ્રેરણા આપી રહ્યો છે.
બતાવવામાં આવી રહ્યું છે કે આ મહિલાના નામ ઓક્સાના ગુલેન્કો છે. યૂક્રેનના રાષ્ટ્રગાનનુ અંગ્રેજી શીર્ષક ગ્લૉરી એન્ડ ફ્રીડમ ઓફ યૂક્રેન હૈઝ નૉટ યેટ પેરિશ્ડ છે, એટલે કે યૂક્રેનની આઝાદી અને ગૌરવ હજુ સુધી નષ્ટ નથી થયુ.
--
આ પણ વાંચો......
ભારતીય રેલ્વેમાં 756 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....
Bank of Baroda recruitment 2022: બેંક ઓફ બરોડામાં ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
પુતિનના યુદ્ધની કિંમત રશિયાના અબજોપતિઓ ચૂકવી રહ્યા છે, 126 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી
પાવર ઈન્ડેક્ષઃ કોણ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી મિલીટ્રી, જાણો રશિયા અને ભારતનો ક્રમ
યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે