Russian Scientist Murder:  રશિયન સાયન્ટિસ્ટની ગળું દબાવીને હત્યા કરવાની ઘટના બની છે. રશિયાની કોવિડ-19 રસી સ્પુતનિક V બનાવવામાં યોગદાન આપનારા વૈજ્ઞાનિકોમાંના એક એન્ડ્રી બોટિકોવને બેલ્ટ વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ગુરુવારે (2 માર્ચ) તેમના જ એપાર્ટમેન્ટમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી છે.


બોટિકોવ રશિયાના પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા અને તેમને રસી પરના તેમના કામ માટે એવોર્ડ પણ મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, બોટિકોવ એ 18 વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમણે 2020માં Sputnik V રસી વિકસાવી હતી.


રશિયન વૈજ્ઞાનિકની હત્યા


રશિયન સમાચાર એજન્સી TASS એ રશિયન ફેડરેશનની તપાસ સમિતિને ટાંકીને કહ્યું કે 47 વર્ષીય બોટિકોવ, જેઓ ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઈકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં વરિષ્ઠ સંશોધક તરીકે કામ કરતા હતા, તેઓ ગુરુવારે તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 2021 માં કોવિડ રસી પરના તેમના કાર્ય માટે વાઇરોલોજિસ્ટને 'ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ' એવોર્ડથી સન્માનિત કર્યા હતા.


બેલ્ટ વડે ગળું દબાવ્યું


રશિયન વૈજ્ઞાનિક બોટિકોવના મૃત્યુની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય યુવકે નજીવી તકરાર દરમિયાન બોટિકોવનું બેલ્ટ વડે ગળું દબાવી દીધું અને ભાગી ગયો હતો. કાયદા અમલીકરણ એજન્સીઓએ તેને ઘરેલું અપરાધ ગણાવ્યો છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોટિકોવનો મૃતદેહ મળી આવતાં જ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી.


આરોપીનો ગુનાહિત રેકોર્ડ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વૈજ્ઞાનિકની હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલ વ્યક્તિનો ગુનાહિત રેકોર્ડ છે. તેની સામે અગાઉ પણ ગંભીર ગુનામાં કાર્યવાહી કરવામાં આવી હતી અને તે ઘણા વર્ષોથી જેલમાં હતો. પોલીસનો દાવો છે કે પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.


Earthquake In New Zealand: તુર્કી બાદ ન્યુઝીલેન્ડની ધરતી ધ્રુજી, 6.9 ની તિવ્રતાનો ભૂકંપ આવતા મચી અફરાતફરી


Earthquake In New Zealand: તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ અન્ય ઘણા દેશોમાં પણ સતત આંચકા અનુભવાઈ રહ્યા છે. ન્યુઝીલેન્ડની ધરતી ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. શનિવારે (4 માર્ચ) ન્યુઝીલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા બાદ લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી છે.


PTWC અનુસાર, ન્યુઝીલેન્ડના ઉત્તરમાં પેસિફિક ક્ષેત્રમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં સુનામીનો કોઈ ખતરો જણાવવામાં આવ્યો નથી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.


ભૂકંપના કારણે ન્યુઝીલેન્ડની ધરતી ફરી ધ્રૂજી ઉઠી


ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર, શનિવારે (4 માર્ચ) ન્યૂઝીલેન્ડના કર્માડેક આઇલેન્ડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી હતી. ભૂકંપ 183 કિમી (113.71 માઇલ) ની ઊંડાઇએ હતો. યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે કહ્યું છે કે ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી નથી