શોધખોળ કરો

કોણ છે શબાના મહમૂદ? જે બની શકે છે બ્રિટનની પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન

એપ્સટિન ફાઇલ્સમાં થયેલા ખુલાસાઓથી વિશ્વભરમાં હલચલ મચી ગઈ છે. ઉદ્યોગપતિઓથી લઈને રાજકારણીઓ સુધીના નામો ઉભરી આવતા રાજકીય પરિવર્તનો શરૂ થયા છે

એપ્સટિન ફાઇલ્સમાં થયેલા ખુલાસાઓથી વિશ્વભરમાં હલચલ મચી ગઈ છે. ઉદ્યોગપતિઓથી લઈને રાજકારણીઓ સુધીના નામો ઉભરી આવતા રાજકીય પરિવર્તનો શરૂ થયા છે. તેની અસર યુનાઇટેડ કિંગડમ (યુકે) ના રાજકારણમાં પણ જોવા મળી રહી છે. યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર ખુરશી ગુમાવી શકે છે. આમ સ્ટાર્મર પછી યુકેના આગામી વડાપ્રધાન કોણ હશે તે અંગે વેસ્ટમિન્સ્ટરમાં તીવ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, બધાનું ધ્યાન ગૃહ સચિવ શબાના મહમૂદ પર ગયું છે. જો આવું થાય તો યુકેમાં મુસ્લિમ સમુદાયમાંથી પ્રથમ વડા પ્રધાન હશે. શબાના મહમૂદને લેબર પાર્ટી તરફથી અગ્રણી દાવેદાર માનવામાં આવે છે.

શબાના મહમૂદ કોણ છે?

45 વર્ષની શબાના મહમૂદ એક વકીલ અને રાજકારણી છે. તે સ્ટાર્મરની મુખ્ય સહાયક છે. તે એક પ્રભાવશાળી વક્તા અને પક્ષમાં જમણેરી જૂથના મુખ્ય નેતા તરીકે જાણીતી છે. બર્મિંગહામમાં જન્મેલી શબાનાના માતાપિતા ઝુબૈદા અને મહમૂદ અહેમદ છે. તેમના મૂળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મીરપુર શહેરમાં છે. 2025માં તેઓ ગૃહ મંત્રાલયમાં જોડાયા અને હાલમાં યુકેની બોર્ડર સિક્યોરિટી મેનેજમેન્ટ પર કામ કરે છે. તેમણે 2002માં ઓક્સફોર્ડની લિંકન કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. પછીના વર્ષે તેમણે ઇન્સ ઓફ કોર્ટ સ્કૂલ ઓફ લોમાં બાર વોકેશનલ કોર્સ પૂર્ણ કર્યો. ત્યારબાદ તેઓ એક વ્યાવસાયિક બેરિસ્ટર બન્યા. 2010માં તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 

વડા પ્રધાન પદ માટે અન્ય કયા નેતાઓ રેસમાં છે 

શબાના ઉપરાંત, ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર પણ વડાપ્રધાન પદ માટેની રેસમાં છે. તે સિવાય વેસ સ્ટ્રીટનિંગનું નામ પણ ચર્ચામાં છે તેઓ એક આરોગ્ય સચિવ છે અને મીડિયા સાથે જોડાયેલા છે. ભૂતપૂર્વ ઊર્જા સચિવ અને લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા એડ મિલિબેન્ડનું નામ પણ રેસમાં છે. ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામને પણ વડા પ્રધાન પદ માટે દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

એપસ્ટેઇન ફાઇલ્સ કેસ શું છે અને સ્ટારમરનું પદ કેમ જોખમમાં છે?

એપ્સટિન ફાઇલ્સ જાહેર થયા પછી સ્ટાર્મરનું વડા પ્રધાનપદ જોખમમાં મુકાયું છે. સ્ટાર્મરે પીટર મેન્ડેલસનને અમેરિકામાં યુકેના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા હતા. તાજેતરમાં, એપ્સટિન ફાઇલ્સે મેન્ડેલસનના જેફરી એપ્સટિન સાથેના સંબંધોનો પર્દાફાશ કર્યો હતો. આનાથી યુકેના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. આ મામલો વધુ ગંભીર બન્યો છે કારણ કે સ્ટાર્મરના નજીકના સહાયક અને ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ પણ મેન્ડેલસનની નિમણૂકની જવાબદારી લેતા રાજીનામું આપી દીધું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

US Israel Iran War: ઈરાન વિરુદ્ધ યુદ્ધ લગભગ 'સમાપ્ત' થયાનો ટ્રમ્પનો દાવો, પુતિન સાથે ચર્ચાની આપી જાણકારી
US Israel Iran War: ઈરાન વિરુદ્ધ યુદ્ધ લગભગ 'સમાપ્ત' થયાનો ટ્રમ્પનો દાવો, પુતિન સાથે ચર્ચાની આપી જાણકારી
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
આવતીકાલે 10 માર્ચે આવશે ભયાનક ભૂકંપ? તુર્કી ભૂકંપની આગાહી કરનાર ડચ સંશોધકની નવી ચેતવણીથી ફફડાટ
આવતીકાલે 10 માર્ચે આવશે ભયાનક ભૂકંપ? તુર્કી ભૂકંપની આગાહી કરનાર ડચ સંશોધકની નવી ચેતવણીથી ફફડાટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
US Israel war: ભારતમાં કોમર્શિયલ LPGની અછત, મુંબઈ-બેંગલુરુ સહિત અનેક શહેરોમાં હોટલ-રેસ્ટોરન્ટમાં અસર
US Israel war: ભારતમાં કોમર્શિયલ LPGની અછત, મુંબઈ-બેંગલુરુ સહિત અનેક શહેરોમાં હોટલ-રેસ્ટોરન્ટમાં અસર
Fuel Prices: શું વધવાની પેટ્રોલ-ડીઝલની કિંમત? સરકારે આપ્યો જવાબ, શું છે સરકારની તૈયારી?
Fuel Prices: શું વધવાની પેટ્રોલ-ડીઝલની કિંમત? સરકારે આપ્યો જવાબ, શું છે સરકારની તૈયારી?
ICCએ જાહેર કરી T20 World Cup 2026 માટે ટીમ ઓફ ધ ટુનામેન્ટ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ બહાર, ચાર ભારતીયને મળ્યું સ્થાન
ICCએ જાહેર કરી T20 World Cup 2026 માટે ટીમ ઓફ ધ ટુનામેન્ટ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ બહાર, ચાર ભારતીયને મળ્યું સ્થાન
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
JEE Advanced 2026: 23 એપ્રિલથી કરી શકાશે અરજીઓ , 17 મેના રોજ યોજાશે પરીક્ષા

Embed widget