ચીનમાં ફરી એકવાર કોરોનાએ ચારેય તરફ અફરાતફરીનો માહોલ ફેલાવી દીધો છે. રાજધાની બિજિંગ સહિત ચીનના અનેક રાજ્યોમાં કોરોના વિસ્ફોટ થયો છે. ચીનના સૌથી મોટા શાંઘાઈ શહેરની સ્કૂલોમાં હવે ઓનલાઈન ક્લાસ ચલાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. તો સાથે જ નર્સરી અને ચાઈલ્ડ કેયર સેન્ટરને પણ આવતીકાલથી બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
ચીનની ઝીરો કોવિડ પોલિસીનો તેના જ દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેને લઈને ચીનની સરકારે પ્રતિબંધોમાં કેટલીક છૂટછાટ આપી હતી. જો કે ઝીરો કોવિડ પોલિસી હટાવ્યા બાદ ચીનમાં કોરોના ફરીથી બેકાબૂ થયો છે. એક રિપોર્ટ અનુસાર કોરોનાના દર્દીઓને સારવાર માટે શહેરમાં બે લાખ 30 હજારથી વધુ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે. વધુ પડતા શિક્ષકો અને કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
આઈએચએમઈ અનુસાર ચીનમાં કોરોનાના પ્રતિબંધો હટાવવાથી 2023માં કોરોનાના કેસોની સંખ્યામાં ભારે ઉછાળો આવી શકે છે. આગામી દિવસોમાં કોરોનાથી ચીનમાં દસ લાખથી વધુના મોત થઈ શકે છે. એટલુ જ નહી સ્થિતિ એ હદે વણસી છે કે બિજિંગમાં કોરોનાથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કાર કરવા કોઈ મળતુ નથી. ફ્યુનરલ હોમ્સને આ કામગીરી કરવામાં ફાંફા પડી રહ્યાં છે. ફ્યુનરલ હોમ્સના હજારો કર્મચારીઓ અને ડ્રાઈવરો કોરોના સંક્રમિત થતા મૃતદેહોને લાવવા અને અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ માણસ મળતુ નથી. 140 કરોડથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં સરકારે તબીબો અને નર્સોને એવી સૂચના આપી છે કે જો વ્યક્તિમાં કોરોનાના સામાન્ય લક્ષણો હોય તો તેમને ઘરમાં જ ક્વોરેન્ટાઈન કરીને સારવાર આપવી.
ચીનની 'ઝીરો કોવિડ પોલિસી' વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. આ કારણે સરકારે પ્રતિબંધોમાં થોડી છૂટછાટ આપી હતી ત્યારથી ચીનમાં ફરી કોરોના બેકાબૂ બની ગયો છે.
બીબીસીના અહેવાલ મુજબ, ચીનમાં કોરોનાના કેસમાં ફરી વધારો થતા જિનપિંગ વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. દેશમાં કોરોનાની ટેસ્ટિંગ અને રિપોર્ટ સિસ્ટમમાં થયેલા નોંધપાત્ર ફેરફારને કારણે હવે એ જાણવું મુશ્કેલ થઈ ગયું છે કે વાયરસ કેટલો ઘાતક બની ગયો છે.
શાંઘાઈ શહેરના એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓની સારવાર માટે શહેરમાં બે લાખ 30 હજાર (23,0000) વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મોટાભાગના શિક્ષકો અને સ્ટાફને કોરોના થયો છે.
મોટી સંખ્યામાં લોકો ઘરમાં આઇસોલેટ છે
સરકારના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન કોરોના વાયરસનો સામનો કરવા અને તેને રોકવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે વધુ સારા પગલાં લેવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીનની ઝીરો કોવિડ નીતિમાં સુધારા પછી કોરોનાના કેસોમાં વિસ્ફોટ થયો છે. કોરોનાના કેસમાં વધારો થવાને કારણે મોટી સંખ્યામાં લોકો ઘરે એકલા પડી ગયા છે. તેની સારવાર ઘરે જ થઈ રહી છે.
ચીનમાં કોરોનાને કારણે 10 લાખથી વધુ લોકોના મોત થવાની સંભાવના
અમેરિકાની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME)ના નવા અંદાજ મુજબ, ચીનમાં કોરોના પ્રતિબંધો હટાવવાને કારણે વર્ષ 2023 સુધીમાં કોરોનાના કેસોમાં તેજી આવી શકે છે. આગામી દિવસોમાં કોરોનાને કારણે 10 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. સંસ્થાએ કહ્યું કે ચીનમાં કોરોના કેસ 1 એપ્રિલ, 2023ની આસપાસ ટોચ પર આવશે, જ્યારે મૃત્યુ 322,000 સુધી પહોંચી જશે.