Somalia Blast: સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બે કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. આ ઘટના શિક્ષણ મંત્રાલયની બહાર બની હતી. સોમાલિયાના રાષ્ટ્રપતિ હસન શેખે એક નિવેદનમાં ઘટનાની પુષ્ટી કરતા કહ્યું હતું કે 300 લોકો ઘાયલ થયા છે.






વાસ્તવમાં સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં 29 ઑક્ટોબર શનિવારના રોજ બે કાર બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 100 લોકોના મોતના અહેવાલ છે. અત્યાર સુધી આ હુમલાની કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. રાષ્ટ્રપતિ હસન શેખ મહમૂદે આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે અને તેના માટે આતંકવાદી સંગઠન અલ-શબાબને જવાબદાર ઠેરવ્યું હતું.


મેદીના હોસ્પિટલમાં કામ કરતા વોલિન્ટિયર હસન ઉસ્માને જણાવ્યું હતું કે 30 લોકોના મૃતદેહ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જેમાં મોટા ભાગના મૃતદેહ મહિલાઓના હતા. 35 ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે  પાંચ વર્ષ પહેલા આ જ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 500 થી વધુ લોકોના મોત થયા હતા.


પાંચ વર્ષ પહેલા આ જગ્યાએ હુમલો થયો હતો


હોસ્પિટલના કર્મચારીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટના બાદ હોસ્પિટલમાં 30 લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા હતા, જેમાંથી મહિલાઓની સંખ્યા વધુ હતી. હવે આ આંકડો 100 પર પહોંચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 5 વર્ષ પહેલા આ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં 500થી વધુ લોકોના મોત થયા હતા.


South Korea: હૈલોવીન પાર્ટીમાં 10 મિનિટની નાસભાગમાં 151નાં મોત, 150થી વધુ ઘાયલ


South Korea News: હૈલોવીન પાર્ટીમાં નાસભાગમાં 150 લોકોના મોત થયા હતા, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ નાસભાગ દરમિયાન લગભગ 50 લોકોને હૃદયરોગનો હુમલો થયો હોવાના પણ  અહેવાલ છે. અકસ્માત બાદ રાષ્ટ્રપતિએ  ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે રાત્રે (દક્ષિણ કોરિયાના સમય અનુસાર) એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક હેલોવીન પાર્ટી દરમિયાન નાસભાગમાં 150 લોકોના મોત થયા હતા, જ્યારે 150થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ નાસભાગ દરમિયાન લગભગ 50 લોકોને હૃદયરોગનો હુમલો થયો હોવાના અહેવાલ છે. દેશની યોનહાપ ન્યૂઝ એજન્સી અનુસાર, સિયોલમાં હેલોવીન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાંકડા રસ્તા પર લોકોની અવરજવરને કારણે નાસભાગ મચી ગઈ હતી