Spain Power Outage: યૂરોપની'બત્તી ગુલ'! ફ્રાંસ, સ્પેન સહિત ઘણા દેશોમાં બ્લેકઆઉટ, પ્લેન મેટ્રો બધું ઠપ્પ
સ્પેનના પાવર ગ્રીડમાંથી પાવર સપ્લાયમાં મોટાપાયે કાપ મુકાયા બાદ સ્પેનમાં અંધારપટ્ટ છે. સ્પેન ઉપરાંત ફ્રાન્સ અને પોર્ટુગલ પણ આ પાવર કટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

Power Outage in Spain: સ્પેનના પાવર ગ્રીડમાંથી પાવર સપ્લાયમાં મોટાપાયે કાપ મુકાયા બાદ સ્પેનમાં અંધારપટ્ટ છે. સ્પેન ઉપરાંત ફ્રાન્સ અને પોર્ટુગલ પણ આ પાવર કટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્પેનના પાવર ગ્રીડ ઓપરેટર રેડ ઇલેક્ટ્રિકાએ જણાવ્યું હતું કે તે સોમવારે (28 એપ્રિલ) સ્પેન અને પોર્ટુગલના મોટા ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયા પછી પાવર પુનઃસ્થાપિત કરવા માટે ઊર્જા કંપનીઓ સાથે કામ કરી રહ્યું છે.
એક સ્પેનિશ વીજળી ગ્રીડ મોનિટરિંગ કંપની ઈ-રીડ્સે સ્પેનમાં વીજ પુરવઠો વિક્ષેપ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. કંપનીએ કહ્યું કે તે તબક્કાવાર રીતે સમગ્ર દેશમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે "આ સમગ્ર યુરોપમાં વ્યાપક સમસ્યા છે,"
સ્પેનમાં રસ્તાઓ પર મચ્યો હાહાકાર
સ્પેનિશ રેડિયો સ્ટેશનોએ જણાવ્યું હતું કે મેડ્રિડમાં ભૂગર્ભ ખાલી કરવામાં આવ્યું હતું. કૈડર સેર રેડિયો સ્ટેશને અહેવાલ આપ્યો છે કે સ્પેનની રાજધાની મેડ્રિડ શહેરની મધ્યમાં વીજ પુરવઠામાં વિક્ષેપને કારણે રસ્તાઓ પર હાહાકાર મચી ગયો છે. રસ્તાઓ પરની ટ્રાફિક લાઇટોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં દેશની રાજધાનીના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
➡️ Activados planes de reposición del suministro eléctrico en colaboración con las empresas del sector tras el cero ocurrido en el sistema peninsular.
— Red Eléctrica (@RedElectricaREE) April 28, 2025
➡️ Se están analizando las causas y se están dedicando todos los recursos para solventarlo.
Seguiremos informando.
દરમિયાન, પોર્ટુગીઝ પોલીસે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે પાવર કટના કારણે સમગ્ર દેશમાં ટ્રાફિક લાઇટને અસર થઈ છે. આ ઉપરાંત લિસ્બન અને પોર્ટોમાં પણ મેટ્રો સેવા બંધ કરી દેવામાં આવી છે અને ટ્રેનની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે.
સ્પેનની પાવર ગ્રીડ કંપનીએ X પર પોસ્ટ કર્યું
જો કે, સમગ્ર દેશમાં વીજ પુરવઠો ખોરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્પેનની સરકારી પાવર ગ્રીડ ઓપરેટર કંપની રેડ ઇલેક્ટ્રિકાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી છે.
આ પોસ્ટમાં રેડ ઈલેક્ટ્રીકાએ લખ્યું છે કે, "અમે દેશના ઉત્તર અને દક્ષિણમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં સફળ રહ્યા છીએ." પોર્ટુગલના REN ઓપરેટરે જણાવ્યું હતું કે સમગ્ર ઇબેરિયન પેનિનસુલા આ પાવર કટની સમસ્યાથી પ્રભાવિત છે.





















