Donald Trump-Stormy Daniels News: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એડલ્ટ ફિલ્મ સ્ટાર સાથેના સેક્સ્યુઅલ રિલેશનને છુપાવવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ટ્રમ્પ સાથેના અફેરનો ખુલાસો કરનાર એડલ્ટ સ્ટારનું નામ સ્ટોર્મી ડેનિયલ્સ છે. ટ્રમ્પ પર આરોપો છે કે, તેમણે 2016માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડતા પહેલા સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા આપ્યા હતા, જેથી તે કોઈને કંઈ કહે નહીં અને ટ્રમ્પની બદનામી ન થાય. જોકે, સ્ટોર્મી ડેનિયલ્સે થોડા સમય પછી મોઢું ખોલ્યું અને કહ્યું હતું કે, ટ્રમ્પે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ આ સમાચારે દુનિયા આખીમાં ખળભળાટ મચાવી દીધો હતો.

અમેરિકી મીડિયામાં અહેવાલો છે કે, ટ્રમ્પને પોર્ન-અભિનેત્રી સાથેના તેમના અફેરને છુપાવવા અને તેને ચૂકવણી કરવા બદલ જેલની સજા થઈ શકે છે, કારણ કે ન્યૂયોર્કની મેનહટન ગ્રાન્ડ જ્યુરીએ ગુરુવારે (30 માર્ચ) ટ્રમ્પ પર આરોપ ઘડવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે હવે તેમની સામેના ગુનાહિત આરોપોનો સામનો કરવા માટે મંગળવારે (4 એપ્રિલ) ન્યૂયોર્ક કોર્ટમાં હાજર થવું પડશે. જો તેમના પર લાગેલા આરોપો સાબિત થઈ જશે તો તેઓ ક્રિમિનલ કેસમાં સજા પામેલા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ હશે.





સ્ટોર્મી બની ચર્ચાનો વિષય, લોકો ઇન્ટરનેટ પર કરી રહ્યાં છે સર્ચ

ટ્રમ્પ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ હવે સ્ટોર્મી ડેનિયલ્સ વિશે ચર્ચા કરી રહ્યા છે. મામલો એટલો ગંભીર અને હાઈપ્રોફાઈલ બની ગયો છે કે, એક તરફ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર મુસીબતના વાદળો ઘેરાઈ રહ્યા છે. તો બીજી તરફ, સ્ટોર્મી ડેનિયલ્સ ચર્ચામાં છે. સ્ટોર્મી ડેનિયલ્સના સમર્થનમાં ઘણા લોકો આવ્યા છે. પોર્ન સ્ટારને સમાજમાં અનૈતિક મહિલા તરીકે જોવામાં આવે છે, પરંતુ ટ્રમ્પ કેસના કારણે સ્ટોર્મી ડેનિયલ્સના વખાણ કરનારા લોકો ઝડપથી વધી રહ્યા છે. તેના ફોલોઅર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. સ્ટોર્મી ડેનિયલ્સે તેના પ્રશંસકોને આ માટે 'થેંક્યુ' કહ્યું છે.

એડલ્ટ સ્ટારના આ ઘટસ્ફોટથી મચ્યો ખળભળાટ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્ટોર્મી ડેનિયલ્સે એક મેગેઝિનમાં દાવો કર્યો હતો કે, તે 2006માં ડોનાલ્ડ ટ્રમ્પને મળી હતી અને તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. તેણીએ કહ્યું હતું કે, તે સમયે તે માત્ર 27 વર્ષની હતી અને ટ્રમ્પ 57 વર્ષના હતા. તેણે કહ્યું હતું કે, ટ્રમ્પ સાથેનો અનુભવ ખૂબ જ ખરાબ હતો. આવી અનેક બાબતો મીડિયામાં આવતા જ ટ્રમ્પની મુશ્કેલીઓ ઉભી થઇ હતી. જોકે, ટ્રમ્પ અને તેમના સમર્થકોએ સ્ટોર્મીના દાવાને 'બનાવટી' ગણાવ્યા હતા.

સ્ટોર્મી ડેનિયલ્સનો વધતો જનાધાર

ટ્રમ્પ પર કેસ ચલાવવાના નિર્ણય બાદ ઘણા લોકો સ્ટોર્મી ડેનિયલ્સ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. આવા લોકો માટે સ્ટોર્મી ડેનિયલ્સે ટ્વિટર પર લખ્યું, તમારા સમર્થન અને પ્રેમ માટે સૌકોઈનો આભાર! જ્યારે તેમની સાથે સંકળાયેલા લોકોની એક પોસ્ટમાં, લખ્યું હતું કે, "ટીમસ્ટોર્મી મર્ચન્ટ / ઓટોગ્રાફ ઓર્ડર આવી રહ્યા છે.

જણાવી દઈએ કે, સ્ટોર્મી હવે 44 વર્ષની થઈ ગઈ છે. તેણી હવે લેખક, દિગ્દર્શક અને મીડિયા વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે. તેણીએ પોતાનો રિયાલિટી ટીવી શો "સ્પૂકી બેબ્સ" શરૂ કર્યો છે, જેમાં તેણી "પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર" તરીકે ભૂતિયા ઘરોની શોધ કરે છે.

આજકાલ તમે શું કરે છે સ્ટોર્મી?

જ્યારે એક ટ્વિટર યુઝરે તેણીને પૂછ્યું, આ સપ્તાહે તમે શું કરી રહ્યાં છો? તો સ્ટોર્મીએ જવાબ આપ્યો હતો, ખાસ કરીને કંઈ નહીં, પરંતુ તમે શા માટે ઉત્સુક છો...? મેં ફક્ત ઘોડાઓને ખાવાનું ખવડાવ્યું અને સ્ટોલ ચલાવ્યા, તસવીરો લીધા અને # ટીમસ્ટોર્મીના શર્ટ પર હસ્તાક્ષર કર્યા અને મેઇલ કર્યા. હું જે મ્યુઝિક વિડિયો બનાવની હતી તેના માટે એક સાઈટ બુક કરી, પૂલમાં તરી અને પછી મારો લાઈવ શો કર્યો." સ્ટોર્મીએ આગળ જવાબ આપતા કહ્યં હતું કે, "મેં આ બધુ જ કર્યું, હંમેશની જેમ જ."

ટ્રમ્પ વિશે વાત કરવાથી ખચકાતી નથી

જો કે, તે ટ્રમ્પ સાથેના તેના સંબંધો વિશે વાત કરતા શરમાતી નથી. તે વિશે ઘણી વખત વાત કરી છે. બ્રિટિશ અખબાર ધ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, સ્ટોર્મીએ બુધવારે ઓનલાઈન સબ્સ્ક્રિપ્શન પ્લેટફોર્મ ઓન્લીફન્સ પર લાઈવસ્ટ્રીમ પર કહ્યું હતું કે, તમે તક ઝડપી લો.

પોર્નહબ વેબસાઈટ અનુસાર, ટ્રમ્પ-સ્કેન્ડલને કારણે સ્ટોર્મી ડેનિયલ્સના સર્ચમાં 21,655%નો વધારો થયો છે. એટલે કે ઘણા લોકો પોર્ન-વેબસાઈટ પર સ્ટોર્મીને જોવા જાય છે.