શોધખોળ કરો

ટ્રમ્પની હોર્મુઝ નાકાબંધીનો ઊંધો પડ્યો દાવ: ઉર્જા પુરવઠો ખોરવાયો, તેલ-ગેસના ભાવ આસમાને પહોંચ્યા

અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવથી 1970 કરતા પણ મોટું વૈશ્વિક ઉર્જા સંકટ ઊભું થયું; પેટ્રોલ, ખાતર અને જેટ ઇંધણની અછતથી દુનિયાભરમાં મોંઘવારી અને આર્થિક મંદીનો મોટો ખતરો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં વૈશ્વિક ઉર્જા પુરવઠો ખોરવાયો.
  • ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને, વૈશ્વિક મંદીનો ભય.
  • મધ્ય પૂર્વમાં સંકટ વધતાં આર્થિક અને રાજકીય દબાણ વધશે.
  • 1970ના તેલ સંકટ કરતાં પણ ગંભીર વૈશ્વિક ઉર્જા કટોકટી.

Strait of Hormuz closure 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ હોર્મુઝની ખાડી (Strait of Hormuz) પર નાકાબંધી કરવાની આકરી જાહેરાત કરી છે. જોકે, ટ્રમ્પનો આ નિર્ણય તેમના પર જ ઊંધો પડતો દેખાઈ રહ્યો છે. સામા પક્ષે ઈરાને પણ હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જેના કારણે દુનિયાભરમાં ઉર્જા પુરવઠો ખોરવાઈ ગયો છે. આ ટકરાવને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. આગામી દિવસોમાં આના કારણે માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, પરંતુ ખાદ્યપદાર્થો અને અન્ય તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થવાની અને વૈશ્વિક મંદી આવવાની પુરેપુરી ભીતિ સેવાઈ રહી છે.

મધ્ય પૂર્વમાં ભડકી શકે છે મોટી આગ

પોતાને "ડીલ માસ્ટર" ગણાવતા ટ્રમ્પમાં ધીરજનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાની આ નવી નાકાબંધીની રણનીતિની એકદમ વિપરીત અસર થઈ રહી છે. ગલ્ફ દેશોમાં ઉર્જાના માળખા પર ઈરાન હુમલો કરે તેવો ડર પણ હવે વધી ગયો છે. બીજી બાજુ, ઈરાન બહુ સમજી-વિચારીને રમી રહ્યું છે. ઈરાનીઓને ખબર છે કે સમય તેમની સાથે છે. જેટલો લાંબો સમય હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે, તેટલું જ અમેરિકા અને તેના સાથી દેશો પર આર્થિક અને રાજકીય દબાણ વધશે. આનાથી ભવિષ્યમાં જ્યારે પણ નવી વાતચીત શરૂ થશે, ત્યારે ઈરાન વાટાઘાટોમાં ઘણી મજબૂત સ્થિતિમાં હશે.

સામાન્ય માણસ અને ઉદ્યોગો પર શું થશે અસર?

આ સંકટની અસર માત્ર પેટ્રોલના ભાવ વધારા પૂરતી સીમિત નહીં રહે. જેટ ફ્યુઅલ (વિમાનના બળતણ) ની અછત ઊભી થશે, જેનાથી યુરોપમાં ઉનાળાની મહત્વની સીઝનમાં હવાઈ મુસાફરી અને પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડશે. કતારમાંથી આવતા હિલિયમ ગેસની અછતને લીધે દુનિયાભરમાં સેમિકન્ડક્ટર (ચિપ) નું ઉત્પાદન પણ અટકી શકે છે. આ ઉપરાંત, ખાતરની અછત સર્જાતા ખેત ઉત્પાદન પર સીધી અસર પડશે, જે મોંઘવારીને વધુ ભડકાવશે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ના અંદાજ મુજબ, આ ઉર્જા સંકટના કારણે વિકાસશીલ એશિયન દેશોના આર્થિક વિકાસ દરમાં આ વર્ષે 1 ટકાથી વધુનો ઘટાડો થઈ શકે છે.

1970 ના દાયકા કરતા પણ ભયંકર સ્થિતિ

આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) ના વડા ફાતિહ બિરોલે આ પરિસ્થિતિને ઇતિહાસની સૌથી મોટી 'વૈશ્વિક ઉર્જા સુરક્ષા કટોકટી' ગણાવી છે, કારણ કે આનાથી દુનિયાના 20 ટકા જેટલા ઉર્જા પુરવઠા પર સીધી અસર પડી રહી છે. તેમણે ચેતવણી આપી છે કે હાલની સ્થિતિ 1970 ના દાયકામાં આવેલા તેલ સંકટ કરતા પણ વધુ ગંભીર સાબિત થઈ શકે છે. તે સમયે દુનિયાના ઘણા દેશોમાં ભયંકર ફુગાવો, મંદી અને ઇંધણની ભારે અછત સર્જાઈ હતી.

ટ્રમ્પનો પ્લાન અને ઈરાનની તૈયારી

ટ્રમ્પની ગણતરી એવી છે કે આકરી નાકાબંધી દ્વારા ઈરાન પર એટલું મોટું આર્થિક દબાણ લાવવામાં આવે કે તે તરત જ ઘૂંટણિયે પડી જાય અને સમાધાન માટે મજબૂર થઈ જાય. જોકે, જમીની હકીકત સૂચવે છે કે આ બધું એટલું સરળ નહીં હોય. ઈરાન અત્યારે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે અને તે આસાનીથી ઝૂકશે નહીં. હાલમાં ઈરાન પાસે થોડો આર્થિક ટેકો પણ છે, કારણ કે તેણે તાજેતરમાં જ ઊંચા ભાવે તેલ વેચીને સારી એવી કમાણી કરી લીધી છે અને પાઇપલાઇન દ્વારા ગેસની નિકાસ કરીને પણ તેને થોડી આવક ચાલુ જ છે.

Frequently Asked Questions

હોર્મુઝની ખાડી પર નાકાબંધીના કારણે શું અસર થઈ રહી છે?

હોર્મુઝની ખાડી પર નાકાબંધીના કારણે દુનિયાભરમાં ઉર્જા પુરવઠો ખોરવાઈ ગયો છે. તેના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે.

શું આ સંકટની અસર માત્ર પેટ્રોલ-ડીઝલ સુધી સીમિત રહેશે?

ના, આ સંકટની અસર પેટ્રોલ-ડીઝલ પૂરતી સીમિત નથી. જેટ ફ્યુઅલની અછત, સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં ઘટાડો અને ખાતરની અછત જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

વૈશ્વિક અર્થતંત્ર પર આ સંકટની શું અસર થઈ શકે છે?

આ ઉર્જા સંકટના કારણે વૈશ્વિક મંદી આવવાની ભીતિ સેવાઈ રહી છે. વિકાસશીલ દેશોના આર્થિક વિકાસ દરમાં ઘટાડો થઈ શકે છે.

શું આ પરિસ્થિતિ 1970 ના દાયકાના તેલ સંકટ કરતાં વધુ ગંભીર છે?

આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના મતે, આ પરિસ્થિતિ 1970 ના દાયકા કરતા પણ વધુ ગંભીર સાબિત થઈ શકે છે, કારણ કે દુનિયાના 20 ટકા ઉર્જા પુરવઠા પર અસર થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા 
જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા 
BRICS Summit: બ્રિક્સ દેશોની બેઠકમાં ભારતમાં ઝઘડ્યા ઇરાન અને UAE, વચ્ચે કુદ્યુ રશિયા, જાણો શું બોલ્યુ ભારત
BRICS Summit: બ્રિક્સ દેશોની બેઠકમાં ભારતમાં ઝઘડ્યા ઇરાન અને UAE, વચ્ચે કુદ્યુ રશિયા, જાણો શું બોલ્યુ ભારત
ટ્રમ્પનો ચીન પ્રવાસ અને શી જિનપિંગ સાથેની મુલાકાત પર આવ્યું રશિયાનું નિવેદન, જાણો શું કહ્યું
ટ્રમ્પનો ચીન પ્રવાસ અને શી જિનપિંગ સાથેની મુલાકાત પર આવ્યું રશિયાનું નિવેદન, જાણો શું કહ્યું
UAE પહોંચતા જ મોહમ્મદ બિન જાયેદને મળ્યા PM મોદી, હુમલા પર બોલ્યા - 'તમારી સાથે અમે...'
UAE પહોંચતા જ મોહમ્મદ બિન જાયેદને મળ્યા PM મોદી, હુમલા પર બોલ્યા - 'તમારી સાથે અમે...'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દાખલાની લાઈન
Hun To Bolish | હું તો બોલીશ | યુદ્ધનું ભારણ
Ambalal Patel Prediction: રાજ્યમાં ફુંકાશે આંધી-વંટોળ..: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
NEET UG 2026 Paper Leak : NEET પેપરલીક મામલે શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
Fuel Price Hike : મોંઘવારીનો વધુ એક માર! પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET UG 2026 પેપર લીક કેસમાં CBI એ માસ્ટરમાઈન્ડની કરી ધરપકડ, અત્યાર સુધી 8 ઝડપાયા
NEET UG 2026 પેપર લીક કેસમાં CBI એ માસ્ટરમાઈન્ડની કરી ધરપકડ, અત્યાર સુધી 8 ઝડપાયા
Heavy Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે પવન  ફૂંકાશે 
Heavy Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે પવન  ફૂંકાશે 
Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ₹21000 તૂટ્યો ભાવ, જાણો કારણો
Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ₹21000 તૂટ્યો ભાવ, જાણો કારણો
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે ટિકિટ ચેકિંગ સિસ્ટમ બનશે હાઇટેક, નવા અંદાજમાં જોવા મળશે TTE
ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે ટિકિટ ચેકિંગ સિસ્ટમ બનશે હાઇટેક, નવા અંદાજમાં જોવા મળશે TTE
Zomato અને Swiggy ની ડિલિવરી ઠપ! મોંઘા પેટ્રોલ-ડીઝલ સામે ગિગ વર્કર્સે કરી હડતાળની જાહેરાત, જાણો શું કરી માંગ
Zomato અને Swiggy ની ડિલિવરી ઠપ! મોંઘા પેટ્રોલ-ડીઝલ સામે ગિગ વર્કર્સે કરી હડતાળની જાહેરાત, જાણો શું કરી માંગ
જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા 
જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા 
kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ
kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ
Embed widget