Strongest Global Storm Of 2022 Typhoon Hinnamnor: આ વર્ષનું સૌથી મજબૂત વાવાઝોડું પૂર્વ ચીન સમુદ્રમાં વધી રહ્યું હતું. તે જાપાનના દક્ષિણી ટાપુઓ માટે ખતરો બની રહ્યું છે, જેનાથી ચીનના પૂર્વ કિનારે બેકાબૂ પવનોનું જોખમ વધી રહ્યું છે. વર્ષ 2022ના આ ટાયફૂન (વાવાઝોડા)ને હિન્નાનોર નામ આપવામાં આવ્યું છે. અત્યારે તે 257 પ્રતિ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. તેના પવનની ગતિ 195 માઈલ પ્રતિ કલાકથી વધુ નોંધાઈ છે. યુએસ જોઈન્ટ ટાયફૂન વોર્નિંગ સેન્ટર અનુસાર, આ વાવાઝોડાથી સમુદ્રમાં ઉછળતા મોજાની ઊંચાઈ મહત્તમ 50 ફૂટ અથવા 15 મીટર સુધી માપવામાં આવી છે.


ટાયફૂન શું છે?


ટાયફૂન એ નીચા દબાણનું તોફાન છે જે સમુદ્રના ગરમ વિસ્તારોમાંથી ઉદભવે છે. તેના પ્રારંભિક તબક્કામાં, તે માત્ર એક વાવાઝોડું માનવામાં આવે છે, પરંતુ જ્યારે તેની આંતરિક પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક અથવા વધુ હોય છે, ત્યારે તે ટાયફૂનમાં ફેરવાય છે. કેટલીકવાર તેની સૌથી વધુ ઝડપ 360 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ જાય છે. પશ્ચિમ પેસિફિક મહાસાગરમાંથી ટાયફૂન ઉદ્ભવે છે. અહીંથી ઊઠ્યા પછી તે જાપાન, તાઈવાન, ફિલિપાઈન્સ અથવા પૂર્વ ચીન તરફ આગળ વધે છે.


આગામી દિવસોમાં હિનાનોર નબળું પડી શકેઃ


હોંગકોંગ ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું કે સવારે 10 વાગ્યે તોફાનનું કેન્દ્ર જાપાનના ઓકિનાવાથી લગભગ 230 કિલોમીટર પૂર્વમાં હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે લગભગ 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ ર્યુક્યૂ ટાપુઓ તરફ આગળ વધશે. યુએસના JTWCએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં સુપર ટાયફૂન થોડું નબળું પડી શકે છે. એટલાન્ટિકમાં હાલ શાંતી છે, પરંતુ 25 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે હરિકેન એલી તરીકે ઓળખાતો પ્રદેશ શાંત છે.


આફ્રિકા અને કેરેબિયન વચ્ચેના આ ક્ષેત્રમાં, ઓગસ્ટ મહિનો તોફાની હવામાનના સૌથી સક્રિય તબક્કાની શરૂઆત તરીકે ઓળખાય છે. કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીમાં મોસમી વાવાઝોડાની આગાહી કરનારા મુખ્ય લેખક ફિલ ક્લોટ્ઝબેચે જણાવ્યું હતું કે સાત દાયકાથી વધુના મહાસાગરના વિસ્તરણના રેકોર્ડ-કીપિંગમાં, તેમણે ફક્ત બે વર્ષોમાં વાવાઝોડું નથી જોયું. આવું પ્રથમ 1961માં અને બીજી વખત 1997માં થયું હતું. બાકીના દરેક વર્ષે ઓગષ્ટમાં તોફાન જોવા મળે છે.