તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધ કડક આદેશ જાહેર કર્યો છે. જે મુજબ અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટેની યુનિવર્સિટી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રીના પત્ર અનુસાર તાલિબાને અફઘાનિસ્તાનમાં છોકરીઓ અને મહિલાઓ માટે ચાલતી યુનિવર્સિટીઓને બંધ કરવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાન મંત્રીનું કહેવું છે કે આ આદેશ આગળની સૂચના સુધી લાગુ છે અને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે તેવી અપેક્ષા છે.






તાલિબાનના નવા આદેશ બાદ દેશભરની યુનિવર્સિટીમાં કોઈપણ યુવતી કે મહિલા પ્રવેશ મેળવી શકશે નહીં. ત્રણ મહિના પહેલા સમગ્ર અફઘાનિસ્તાનમાં હજારો છોકરીઓ અને મહિલાઓએ યુનિવર્સિટીઓમાં આયોજિત પ્રવેશ પરીક્ષા માટે હાજરી આપી હતી.


નોંધનીય છે કે અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને મહિલાઓ અને છોકરીઓના શિક્ષણને લઈને એક વટહુકમ બહાર પાડ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પુરૂષોની શાળામાં મહિલાઓ અને છોકરીઓ અભ્યાસ કરી શકશે નહીં. આ સાથે માત્ર મહિલા શિક્ષકો જ તેમને ભણાવી શકશે.


નોંધપાત્ર વાત એ છે કે રાજ્યમાં સરકાર બની ત્યારથી દુનિયાના ઘણા દેશો તાલિબાનોને સરકારનો દરજ્જો આપતા નથી. તેને આતંકવાદી સંગઠન ગણવામાં આવે છે. જેના કારણે ઘણા દેશોએ અફઘાન પર વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે. તાલિબાનોએ દેશમાં ઇસ્લામિક કાયદો લાગુ કર્યો છે અને મહિલાઓ પર ઘણા નિયંત્રણો લાદ્યા છે. જેમાં પાર્ક, જીમમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ, કામ કરવા પર પ્રતિબંધ વગેરેનો સમાવેશ થાય છે.


Imran Khan : ઈમરાન ખાનને લઈ પૂર્વ પત્નીનો સનસની ખુલાસો, કહ્યું-તે માત્ર છોકરીઓ જ નહીં પણ છોકરાઓ...


Imran Khan Leak Audio: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો એક વાંધાજનક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં ઈમરાન ખાન એક મહિલા સાથે સેક્સ ચેટ કરી રહ્યો છે. ઈમરાનના બે ઓડિયો વાઈરલ થયા છે, જેમાંથી એક ઓડિયો જૂનો છે અને એક ઓડિયો થોડા દિવસો પહેલાનો જ હોવાનું કહેવાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈમરાન ખાન જેની સાથે સેક્સ ચેટ કરી રહ્યો છે તે મહિલા પાકિસ્તાનની પૂર્વ સાંસદ અને પીટીઆઈની નેતા છે. બીજા ઓડિયોમાં તે એક મહિલાને તેની નજીક આવવાનું કહે છે.


ઈમરાનનો ઓડિયો વાયરલ થયા બાદ ફરી એકવાર તેની પૂર્વ પત્ની રેહમ ખાન ચર્ચામાં આવી ગઈ છે. રેહમે પોતાની આત્મકથામાં ઈમરાન ખાનની સેક્સુઆલિટી સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતાં. તેણે કહ્યું હતું કે, ઈમરાનની ઈમેજ પ્લેબોય જેવી છે. લોકો માનતા હતા કે લગ્ન પછી તે સુધરી જશે. પણ એવું કંઈ નહોતું. તેણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ઇમરાને જ તેને કહ્યું હતું કે જે કામ આદત બની ગયું છે તેને સુધારી શકાતું નથી. પૂર્વ પત્ની રેહમે તો એવો પણ સનસની દાવો કર્યો હતો કે ઈમરાન ખાન ગે છે