Israel Terrorist Attack: ઈઝરાયેલના હૈફામાં એક કારે અનેક રાહદારીઓને ટક્કર મારી હતી, જેમાં સાત લોકો ઘાયલ થયા હતા. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ પોલીસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. સુરક્ષા દળોએ આરોપીની ધરપકડ હૈફા શહેરની દક્ષિણે કારકુરમાંથી  કરી છે.

આતંકવાદીઓએ ચાકુથી પણ હુમલો કર્યો હતો

પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ પહેલા બસ સ્ટેશન પર ઘણા લોકોને કચડી નાખ્યા અને પછી અન્ય લોકો પર ચાકુથી હુમલો કર્યો. ઇઝરાયેલની કટોકટી તબીબી સેવાઓના અધિકારી મેગેન ડેવિડે જણાવ્યું હતું કે તેમની ટીમ ઘટનાસ્થળે સાત લોકોની સારવાર કરી રહી હતી, જેમાંથી એકની હાલત ગંભીર હતી.

ઈઝરાયલ પોલીસે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું, "કારકુર બસ સ્ટેન્ડ પર મુસાફરો રાહ જોઈ રહ્યા હતા. જ્યારે ત્યાં એક વાહને ઘણા લોકોને ટક્કર મારી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. પોલીસે આ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે." આ આતંકવાદી હુમલો પેલેસ્ટિનિયન જૂથ હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધવિરામ વચ્ચે થયો છે.

આ હુમલો યુદ્ધવિરામ દરમિયાન થયો હતો

ગાઝામાં 19 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી સંપૂર્ણ યુદ્ધવિરામ રહેશે. આ સમયગાળા દરમિયાન હમાસ 33 ઈઝરાયેલી બંધકોને મુક્ત કરશે. ઇઝરાયેલ તેના એક બંધકના બદલામાં દરરોજ 33 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. દરેક ઇઝરાયેલ મહિલા સૈનિક માટે, 50 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે

7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના હુમલા પછી, ઇઝરાયલે ગાઝામાં હમાસ વિરુદ્ધ તેનું અભિયાન શરૂ કર્યું. હમાસે આજે સવારે (ગુરુવાર, ફેબ્રુઆરી 27) 4 ઇઝરાયેલી બંધકોના મૃતદેહ પરત કર્યા છે. હમાસ દ્વારા પરત કરવામાં આવેલા ચારેય બંધકોના મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે.