અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત ઘટી રહી છે. હવે કેલિફોર્નિયામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. એક રિપોર્ટ અનુસાર, કેલિફોર્નિયામાં થયેલા ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.






પોલીસ અધિકારી ફ્રેન્ક પ્રિસિડોએ ફાયરિંગની ઘટનાની પુષ્ટી કરતા કહ્યું હતું કે ફાયરિંગ લોસ એન્જલસના બેવર્લી ક્રેસ્ટમાં બપોરે 2:30 વાગ્યા પછી બની હતી. એક રિપોર્ટ અનુસાર, આરોપીઓએ 7 લોકોને ગોળી મારી છે. આમાં ચાર લોકો બહાર ઉભા હતા, જ્યારે ત્રણ લોકો કારમાં સવાર હતા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.


અહેવાલો અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોની ઓળખ હજુ સુધી થઈ નથી. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ઘણી ગંભીર છે.


પ્રિસિડોએ કહ્યું હતું કે ફાયરિંગ પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મહિનામાં કેલિફોર્નિયામાં ગ્રુપ ફાયરિંગની આ ચોથી ઘટના છે. એક રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે એટલે કે 2022માં અમેરિકામાં 600થી વધુ ફાયરિંગની ઘટનાઓ નોંધાઈ હતી.


ઉલ્લેખનીય છે કે અમેરિકાના કેલિફોર્નિયામાં 23 જાન્યુઆરીના રોજ થયેલી ફાયરિંગમાં કુલ 9 લોકોના મોત થયા હતા. પોલીસે આ ઘટનાના શંકાસ્પદને કસ્ટડીમાં લીધો છે. સાન મેન્ટો સ્થિત પોલીસ હેડક્વાર્ટરે જણાવ્યું હતું કે ફાયરિંગ સાન ફ્રાન્સિસ્કોથી 30 માઇલ દક્ષિણે હાફ મૂન બે નજીક હાઇવે પર થયુ હતું.


સાન મેન્ટો પોલીસે જણાવ્યું કે આ પીડિતો બે અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. યુએસએના આયોવાના ડેસ મોઇન્સ શહેરની એક શાળામાં સોમવારે ફાયરિંગની ઘટનામાં 2 વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે 1 શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ડેસ મોઇન્સ પોલીસે બંનેના મોતની પુષ્ટી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ શિક્ષકની હાલત પણ નાજુક છે.


કેલિફોર્નિયામાં રવિવારે પણ ફાયરિંગ થયુ હતું


કેલિફોર્નિયામાં બે દિવસમાં આ ત્રીજી ઘટના છે, જેમાં ચાર લોકોના મોત થયા છે. આ પહેલા 22 જાન્યુઆરીએ કેલિફોર્નિયાના લોસ એન્જલસના મોન્ટેરી પાર્કમાં ચાઈનીઝ નવા વર્ષની ઉજવણીમાં થયેલા ગોળીબારમાં 10 લોકો માર્યા ગયા હતા