ઇટલીમાં 13,000થી વધારે મોત
ઇટીલમાં કોરોનાના કારણે 13,155 લોકોના મોત થયા છે. ઉપરાંત અહીં 1,10,574 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જોકે અહીં 16,847 લોકો આ મહામારીથી રિકવર પણ થઈ ગયા છે પરંતુ વિશ્વભરમાં થયેલ 47 હજારથી મોતમાં સૌથી વધારે મોતના આંકડા ઈટલીમાંથી જ છે.
અમેરિકામાં થયા 5000થી વધારે લોકોના મોત
અમેરિકામાં 5109 લોકોના આ મહામારીને કારણો મોત થયા છે અને 215071 લોકો કોરના વાયરસથી પોઝિટિવ છે. આ તમામ કેસમાં 5005 એવા છે જે ખૂબ જ ગંભીર કેસ છે અને તેમની સારવાર ચાલી હી છે.
સ્પેનમાં 1 લાખથી વધારે સંક્રમિત
સ્પેનમાં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં 110574 લોકો કોરના કારણે સંક્રમિત છે. અહીં કુલ 9387 લોકોના મોત થયા છે જ્યારે 22 હજારથી વધારે લોકો રિવકર થઈ ગયા છે.
ભારતમાં સ્થિતિ
ભારતમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 2014 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત વાયરસને કારણે થયા છે જ્યારે 132 લોકો રિકવર થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, 24 કલાકમાં 386 નવા કેસ સામે આવ્યા અને ત્રણ લોકોના મોતથયા છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં થયેલ તબલીઘી જમાનને કારણે કેસમાં વધારો જોવા મળ્યો છે.
વિશ્વને કોરના વાયરસ આપનાર દેશ ચીનની સ્થિતિ
ચીનમાં કુલ 81554 લોકો કોરના વાયરસથી સંક્રમિત છે અને અહીં છેલ્લા કેટલાક સમયથી નવા કેસ સામે આવ્યા નથી અને ન તો કોઈના મોતના અહેવાલ છેલ્લા સમયથી આવ્યા નથી. જોકે અહીં 3312 લોકોના મોત કોરોના વાયરસને કારણે થયા છે. અહીં આ બીમારીથી રિકવર થનાર લોકોની સંખ્યા 76238 છે.