Real Life PK In America: બૉલીવુડ ફિલ્મ 'પીકે' (PK Movie)ને આયે 8 વર્ષથી વધુનો સમય થઇ ગયો છે, પરંતુ આજે પણ તે ફિલ્મના કેટલાય સીન આપણને યાદ છે, અને તે આજે પણ હંસવા માટે મજબૂર કરી દે છે. આ ફિલ્મમાં આમિર ખાને એક એવા વ્યક્તિનો રૉલ પ્લે કર્યો છે, જે કોઇ "બીજી પૃથ્વી" પરથી આવવાનો દાવો કરે છે. ફિલ્મમાં એ બતાવવામાં આવ્યુ છે કે, જે પૃથ્વી પરથી તે આવ્યો છે, ત્યાં લોકો કપડાં નથી પહેરતા. પણ અમે તમને એ કહીએ કે અમેરિકાના ફ્લૉરિડામાં પણ એક આવો જ "રિયલ લાઇફ પીકે" દેખાયો છે, તો તમારુ રિએક્શન શું હશે ?


ખરેખરમાં, આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકાના ફ્લૉરિડામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સ રસ્તાં પર કપડાં પહેર્યા વિના નગ્ન અવસ્થામાં ફરી રહ્યો છે, પોલીસને જાણ થતાં જ તે શખ્સને ત્યાંથી પકડી લીધો, પરંતુ ચોંકાવનારી વાત ત્યારે થઇ જ્યારે તે બીજી પૃથ્વી પરથી આવવાનો દાવો કર્યો.


8 માર્ચની છે ઘટના -
8 માર્ચે રાત્રે લગભગ 9 વાગે (લૉકલ સમયાનુસાર) એક કર્મચારીએ પોલીસને ફોન કર્યો, અને જાણકારી આપી કે વર્થ એવન્યૂના 200 બ્લૉકમાં એક શખ્સ નગ્ન અવસ્થામાં ચાલતો દેખાઇ રહ્યો છે. આ પછી પોલીસે ત્યાં પહોંચીને તેને પકડી લીધો. આની ઓળખ 44 વર્ષીય જેસન સ્મિથ તરીકે થઇ છે. 


ખુલી ગયુ રાજ.... 
ઘટના બાદ આરોપીને પામ બીચ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો. શરૂઆતમાં તેને પોલીસને પોતાનુ નામ અને બર્થ ડેટ બતાવવાનો ઇનકાર કર્યો. તેને એ પણ દાવો કર્યો કે તેની પાસે અમેરિકાનું ઓળખપત્ર પણ નથી. આ પછી તેને પોતાનુ નામ જેસન સ્મિથ બતાવ્યુ અને પોલીસને તેને કહ્યું કે તે અલગ પૃથ્વી પર રહે છે. જ્યારે પોલીસે વધુ પુછપરછ કરી તો તેને સાચુ બતાવ્યુ કે તે વેસ્ટ પામ બીચ (ફ્લૉરિડા)માં રહે છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે 44 વર્ષીય જેસન સ્મિથ પર ત્રણ ગુનાખોરીની કલમ અંતર્ગત કેસ નોંધ્યો છે. 


 


Gujarat Weather: રાજ્યમાં 13 માર્ચથી 18 માર્ચ આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


Gujarat Weather:રાજ્યમાં ફરી એકવાર આગામી ત્રણ દિવસ માવઠાની શક્તા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરના કારણે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડશે.


હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવશે, 13માર્ચથી 18 માર્ચે તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને વાદળછાયુ વાતાવરણ જોવા મળશે તો  ખાસ કરીને  આ ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ. ઉતર ગુજરાતમાં કમોસમી વરસાદ ખેડૂતની ચિંતામાં વધારો કરી શકે છે.


13 માર્ચે ક્યાં પડશે વરસાદ


કચ્છ,વલસાડ, નવસારી,સુરત,તાપી,નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા,દાહોદ, ભાવનગર, અમેરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે.


14 માર્ચે આ જિલ્લામાં પડશે વરસાદ


દમણ દાદરા નગર હવેલી,  નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ,  ભાવનગર, અમરેલીમાં  કમોસમી વરસાદ પડવાનો અનુમાન છે.


15 માર્ચે ક્યાં પડશે કમોસમી વરસાદ


તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, કચ્છમાં પણ આ દિવસે માવઠાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.


14 થી 18 દરમિયાન ફરી માવઠું

હવામાન વિભાગે 14 થી 18 માર્ચ દરમિયાન ફરી માવઠાની આગાહી વ્યક્ત કરતા  ખેડૂતોની ચિંતા વધી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ તે જ ગતિથી પવન સાથે  રાજ્યમાં 18 માર્ચ સુધી કમોસમી વરસાદ પડી શકે છે.  હવે જો વરસાદ પડશે તો ખેતરોમાં બાકી રહેલો તૈયાર રવિ પાકને ફરીથી નુકસાન થશે.પાછોતરા ઘઉં જીરું લસણ ડુંગળી ચણા અને ધાણાના પાકને ફરીથી નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોએ સમય સૂચકતા દાખવી તૈયાર પાક ન પલડે તે માટે વ્યવસ્થાઓ કરવીની પણ સૂચના અપાઇ છે. તો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.