અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી તેમના નિર્ણયો સૌને ચોંકાવી રહ્યા છે.. ફરી એક વાર એમના એક નિવેદનથી ભારત અને ચીનમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.. એક કાર્યક્રમમાં ભારતને ચેતવણી આપતા કહ્યું કે, જેટલો ટેક્સ તમે અમારા સામાન પર લગાવશો એટલો જ અમે લગાવીશું.

ટ્ર્મ્પે  સોમવારે કહ્યું કે, જો એ અમારી પર ટેક્સ લગાવશે તો અમે પણ એટલો જ ટેક્સ એમના પર લગાવી દઈશું.. તેમણે ચીન સાથેની એક ડિલનો જવાબ આપતા આ કોમેન્ટ કરી હતી.. ત્યારપછી તેમણે કહ્યું કે ભારત અને બ્રાઝિલ એવા દેશો છે જે અમેરિકાની નાની નાની પ્રોડક્ટ પર પણ વધારે ટેક્સ લગાવી દે છે.. હવે પછી અમે પણ એટલો જ ટેક્સ લગાવીશું...
 
મેક્સિકો અને કેનેડાથી આવતા તમામ સામાન પર 25 ટકા ટેક્સ
 તાજેતરમાં જ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, જાન્યુઆરીમાં પદભાર લીધા પછીના પહેલા  દિવસે આ પ્રકારના આદેશો પર હસ્તાક્ષર કરી દેશે, જેમાં મેક્સિકો અને કેનેડાથી આવતા તમામ સામાનો પર 25 ટકા ટેક્સ લગાડવામાં આવશે અને જ્યાં સુધી આ દેશો અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓ અને ડ્રગ્સ વગેરે નહીં અટકાવે ત્યાં સુધી આ લાગૂ રહેશે.. તેમણે એવી પણ જાહેરાત કરી કે જો ચીને પણ અમેરિકામાં ફેન્ટેનાઈલ ડ્રગના સ્મગલિંગ પર કોઈ પગલા ન લીધો તો તે ચીનમાંથી આવતા સામાન પર સામાન્ય કરતા 10 ટકા વધારે ટેક્સ લગાવશે..                               

બાઈડને કર્યો વિરોધ
 અમેરિકા પ્રેસિડેન્ટ જો બાઈડને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.. તેમણે આ નિર્ણયને ટ્રમ્પની એક મોટી ભૂલ ગણાવી દીધી છે.. વોશિંગ્ટનમાં આવેલા થિંક ટેંક બ્રૂકિંગ્સમાં આપેલા ભાષણમાં આ નિવેદન આપ્યું હતું..
બાઈડને કહ્યું કે, એવું લાગે છે કે ટ્રમ્પ આ દેશમાં આવતી તમામ વસ્તુઓ પર ભારે યુનિવર્સલ ટેક્સ લગાવવાની ફિરાકમાં છે..
રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે, તમને શું લાગે છે આની ચુકવણી કોણ કરશે.. મારું માનવું છે કે, આ વિચાર એક સૌથી મોટી ભૂલ છે.. અમે છેલ્લા ચાર વર્ષોમાં સાબિત કરી દીધું છે આ દ્રષ્ટીકોણ મોટી ભૂલ છે..