Russia Navy In Action: રશિયાએ વેનેઝુએલાના દરિયાકાંઠે એક તેલ ટેન્કરને બચાવવા માટે 'સબમરીન અને અન્ય નૌસેના' મોકલી છે, જે યુએસ-રશિયા સંબંધોમાં એક નવો વિવાદ બન્યો છે. રશિયાએ વેનેઝુએલા નજીક ફસાયેલા એક જૂના તેલ ટેન્કરને બચાવવા માટે સબમરીન અને નૌકાદળ મોકલી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં આ જાણકારી સામે આવી છે. યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેન્કર યુએસ અને રશિયા વચ્ચે તણાવનું નવું કેન્દ્ર બન્યું છે. યુએસ કોસ્ટ ગાર્ડ છેલ્લા બે અઠવાડિયાથી એટલાન્ટિક મહાસાગરમાં જહાજ પર નજર રાખી રહ્યું છે.
અમેરિકા અને રશિયા વચ્ચે એટલાન્ટિક મહાસાગરમાં ઓઇલ ટેન્કરને લઈ સંભવિત અથડામણની સ્થિતિ બનતી હોય તેવું લાગે છે. CBS ન્યૂઝ (યુએસમાં બીબીસીનો મીડિયા પાર્ટનર છે) તેણે અહેવાલ આપ્યો છે કે રશિયાએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં એક ઓઇલ ટેન્કર મરીનેરાને સુરક્ષિત રાખવા માટે નૌકાદળના જહાજો અને સબમરીન તૈનાત કર્યા છે. ટેન્કર હાલમાં ખાલી છે. અમેરિકી સેના આ ટેન્કરને શોધી રહ્યું છે અને સંભવિત રીતે તેને જપ્ત કરવાની યોજના બનાવી રહ્યું છે.
જહાજનું નામ બદલી નાખ્યું
ટેન્કર અગાઉ બેલા 1 (Bella 1) તરીકે ઓળખાતું હતું. ડિસેમ્બર 2025 માં કેરેબિયનમાં અમેરિકી કોસ્ટ ગાર્ડે તેને બોર્ડ કરવાની કોશિશ રી હતી કારણ કે તે યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. ત્યારબાદ, જહાજનો રૂટ બદલવામાં આવ્યો અને તેનું નામ મરીનેરા રાખવામાં આવ્યું. જહાજમાં રશિયાનો ઝંડો લગાવવામાં આવ્યો, નામ રુસી રજીસ્ટ્રીમાં નોંધાવવામાં આવ્યું. નિષ્ણાતોના મતે, યુએસ IMO નંબર અને માલિકીના આધારે કાર્યવાહી કરી શકે છે, ધ્વજ બદલવાથી બહુ ફરક પડતો નથી.
અમેરિકી કાર્યવાહી અને ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિસેમ્બર 2025 માં વેનેઝુએલાથી આવતી-જતી પ્રતિબંધિત તેલ ટેન્કરો પર સંપૂર્ણ નાકાબંધીનો આદેશ આપ્યો હતો. વેનેઝુએલાએ આને ચોરી ગણાવી હતી. ટ્રમ્પે વારંવાર વેનેઝુએલાની સરકાર પર જહાજો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના નિકોલસ માદુરોની ધરપકડના થોડા દિવસો પછી બની હતી. 3 જાન્યુઆરી, 2026 ના રોજ, યુએસ દળોએ કારાકાસમાં લશ્કરી કાર્યવાહી હાથ ધરી અને માદુરો અને તેની પત્નીને પકડી લીધા જેમને પછી ન્યૂ યોર્ક પ્રત્યાર્પણ કરવામાં આવ્યા જ્યાં તેમના પર ડ્રગની હેરફેર અને આતંકવાદ સંબંધિત આરોપોનો સામનો કરી રહ્યા છે.
હાલમાં શું પરિસ્થિતિ છે ?
હાલની પરિસ્થિતિ (7 જાન્યુઆરી, 2026 ના રોજ) એ છે કે મરીનેરા સ્કોટલેન્ડ અને આઇસલેન્ડ વચ્ચે ઉત્તર એટલાન્ટિકમાં હતું. લગભગ યુરોપથી લગભગ 2,000 કિમી પશ્ચિમમાં. એક યુએસ અધિકારીએ સીબીએસને જણાવ્યું હતું કે તેઓ જહાજ પર ચઢવાની યોજના બનાવી રહ્યા છે અને તેને ડૂબાડવાને બદલે તેને કબજે કરવાનું પસંદ કરશે. યુએસ સધર્ન કમાન્ડે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે તે "પ્રતિબંધિત જહાજો" સાથે વ્યવહાર કરવા માટે તૈયાર છે. રશિયાએ કહ્યું કે તે "ચિંતા સાથે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે" અને જહાજ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરી રહ્યું છે.