શોધખોળ કરો

‘કાં તો ડીલ સ્વીકારો, નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ....’, પાકિસ્તાનમાં વાતચીત પહેલા જ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાનારી વાટાઘાટો પહેલા ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે જો ઈરાન ડીલ નહીં સ્વીકારે તો તેના પાવર પ્લાન્ટ્સ અને પુલ ઉડાવી દેવામાં આવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી: ડીલ સ્વીકારો અથવા સંપૂર્ણ વિનાશ માટે તૈયાર રહો.
  • ઈરાન દ્વારા યુદ્ધવિરામ ભંગ બદલ ટ્રમ્પે ગંભીર આરોપો લગાવ્યા.
  • પાકિસ્તાનમાં વાટાઘાટો માટે 'વાજબી ડીલ' ઓફર, પરંતુ આક્રમક વલણ જાળવ્યું.
  • અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે સોમવારે ઈસ્લામાબાદમાં મહત્વની મિટિંગ યોજાશે.

Trump Iran ultimatum: અમેરિકા અને ઈરાન વચ્ચેનો ટકરાવ હવે એક અત્યંત નાજુક અને ખતરનાક વળાંક પર આવી ગયો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને રાજદ્વારી ગૂંચવણ વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પરિચિત આક્રમક શૈલીમાં ઈરાનને એક આખરી અને સીધી ચેતવણી આપી દીધી છે. ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે "કાં તો ડીલ સ્વીકારી લો, નહીંતર સંપૂર્ણ વિનાશ માટે તૈયાર રહો." એક તરફ તેઓ ઈરાનનો નકશો બદલી નાખવાની એટલે કે પાવર પ્લાન્ટ્સ અને પુલ ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 20 એપ્રિલના રોજ યોજાનારી વાટાઘાટો માટે 'વાજબી ડીલ'ની ઓફર પણ આપી રહ્યા છે. આખા સમાચારનો સાર એ છે કે અમેરિકા હવે આર યા પારની લડાઈના મૂડમાં છે.

ખરેખર તો, ટ્રમ્પના આટલા ગુસ્સા પાછળનું મુખ્ય કારણ ઈરાન દ્વારા કરવામાં આવેલું યુદ્ધવિરામ (સીઝફાયર) નું ઉલ્લંઘન છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ "ટ્રુથ સોશિયલ" પર ભડાસ કાઢતા ઈરાન પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે લખ્યું છે કે, "ઈરાને ગઈકાલે હોર્મુઝ સ્ટ્રેટમાં ફાયરિંગ કરીને આપણા યુદ્ધવિરામ કરારનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. આમાંથી ઘણી ગોળીઓ ફ્રાન્સ અને બ્રિટનના માલવાહક જહાજો પર ચલાવવામાં આવી હતી, જે બિલકુલ યોગ્ય નથી."

આ ધમકીઓ વચ્ચે પણ ટ્રમ્પે વાતચીતના દરવાજા ખુલ્લા રાખ્યા છે. તેમણે જણાવ્યું કે તેમના પ્રતિનિધિઓ સોમવારે (20 એપ્રિલ) સાંજે વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી રહ્યા છે. ત્યાં તેઓ એક એવી ડીલ ફાઇનલ કરવાનો પ્રયાસ કરશે જેને ટ્રમ્પ એકદમ "વાજબી અને યોગ્ય" ગણાવી રહ્યા છે. આ સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ઈરાનની ધમકી પર કટાક્ષ કરતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાન આ રસ્તો બંધ કરવાની વાત કરે છે, પણ અમારી નાકાબંધીના કારણે તે પહેલેથી જ બંધ છે. તેઓ અજાણતા જ અમારી મદદ કરી રહ્યા છે. આ રસ્તો બંધ થવાથી ઈરાનને દરરોજ 500 મિલિયન ડોલરનું જંગી નુકસાન થઈ રહ્યું છે, જ્યારે અમેરિકાને કોઈ જ ફેર પડતો નથી. ઉલટાનું, હવે ઘણા જહાજો ઇંધણ ભરાવવા માટે અમેરિકાના ટેક્સાસ, લુઇસિયાના અને અલાસ્કા તરફ આવી રહ્યા છે.

ટ્રમ્પે પોતાની વાત પૂરી કરતા ઈરાનને 'નો મોર મિસ્ટર નાઇસ ગાય' (હવે કોઈ ભલમનસાઈ નહીં) વાળો કડક સંદેશો આપ્યો છે. તેમણે ચેતવણી આપી કે, "જો ઈરાન આ ડીલ નહીં સ્વીકારે, તો અમેરિકા ઈરાનના દરેક પાવર પ્લાન્ટ અને દરેક પુલને ઉડાવી દેશે. હવે કોઈ શિષ્ટાચાર નહીં રખાય." ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે છેલ્લા 47 વર્ષમાં જે કામ અમેરિકાના અન્ય રાષ્ટ્રપતિઓ નથી કરી શક્યા, તે તેઓ સન્માનભેર કરીને બતાવશે અને ઈરાનના 'કિલિંગ મશીન'નો હંમેશા માટે અંત લાવશે.

નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા તેહરાન પર થયેલા હવાઈ હુમલા બાદ આ બંને દેશો વચ્ચે સીધો સંઘર્ષ શરૂ થયો હતો. પાકિસ્તાનની મધ્યસ્થીથી બે અઠવાડિયાનો યુદ્ધવિરામ થયો હતો, પરંતુ ગયા અઠવાડિયે ઈસ્લામાબાદમાં થયેલા પહેલા રાઉન્ડની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું ન હતું. અત્યારે અમેરિકાએ નાકાબંધી ચાલુ રાખી છે, જ્યારે શનિવારે ઈરાને અમેરિકા પર "વિશ્વાસઘાત" નો આરોપ લગાવીને ફરીથી અમુક પ્રતિબંધો લગાવ્યા છે, ત્યારે હવે સૌની નજર સોમવારે ઈસ્લામાબાદમાં યોજાનારી બીજા રાઉન્ડની આ મહત્વપૂર્ણ મિટિંગ પર ટકેલી છે.

Frequently Asked Questions

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને શું ચેતવણી આપી છે?

ટ્રમ્પે ઈરાનને કાં તો ડીલ સ્વીકારવા અથવા સંપૂર્ણ વિનાશ માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. તેઓ ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલ ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે.

ટ્રમ્પના ગુસ્સાનું મુખ્ય કારણ શું છે?

ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં ફાયરિંગ કરીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવું એ ટ્રમ્પના ગુસ્સાનું મુખ્ય કારણ છે.

ઈરાન સાથે વાતચીત માટે અમેરિકાના પ્રતિનિધિઓ ક્યાં અને ક્યારે મળશે?

અમેરિકાના પ્રતિનિધિઓ 20 એપ્રિલે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઈરાન સાથે વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે મળશે.

ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી પર ટ્રમ્પની શું પ્રતિક્રિયા છે?

ટ્રમ્પે કટાક્ષ કર્યો છે કે અમેરિકાની નાકાબંધીને કારણે હોર્મુઝ સ્ટ્રેટ પહેલેથી જ બંધ છે અને ઈરાનને તેનાથી દરરોજ મોટું નુકસાન થઈ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
અમેરિકા સાથે મધ્યસ્થતાનો ઢોંગ કરી રહ્યું છે પાકિસ્તાન, ઈરાનને આ રીતે કરી રહ્યું છે મદદ
અમેરિકા સાથે મધ્યસ્થતાનો ઢોંગ કરી રહ્યું છે પાકિસ્તાન, ઈરાનને આ રીતે કરી રહ્યું છે મદદ
અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલી 12 કંપનીઓ પર મુક્યો પ્રતિબંધ, ચીનને વેચી રહી હતી ઓઈલ
અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલી 12 કંપનીઓ પર મુક્યો પ્રતિબંધ, ચીનને વેચી રહી હતી ઓઈલ
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
Embed widget