ટ્રમ્પે બંને દેશોને તાત્કાલિક હુમલા બંધ કરવા કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથસોશિયલ' પર પોસ્ટ કરીને શાંતિ જાળવવા અપીલ કરી છે.
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂને વળતો હુમલો ન કરવા સમજાવ્યા; આગામી 2-3 દિવસમાં ઐતિહાસિક શાંતિ કરાર થવાની શક્યતા.

- ટ્રમ્પે ઇરાન-ઇઝરાયલને તાત્કાલિક હુમલા રોકવા કડક ચેતવણી આપી.
- શાંતિ કરાર નજીક હોવાથી, નેતન્યાહૂને બદલો ટાળવા વિનંતી કરાઈ.
- ઈરાનને વાટાઘાટો કરી શાંતિ કરાર સ્વીકારવા ટ્રમ્પે સૂચવ્યું.
trump truthsocial iran israel statement: મધ્ય પૂર્વમાં ભડકેલા ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને તાત્કાલિક હુમલા બંધ કરવા કડક શબ્દોમાં ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથસોશિયલ' પર પોસ્ટ કરીને ટ્રમ્પે બંને દેશોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ટ્રમ્પના મતે, આ 3 મહિના લાંબા સંઘર્ષનો હવે અંત આવી શકે છે અને આગામી 2 થી 3 દિવસમાં જ એક ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. આ માટે તેમણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ખાસ વિનંતી કરી છે કે તેઓ ઈરાનના મિસાઈલ હુમલાનો બદલો ન લે, કારણ કે તેનાથી ચાલી રહેલી શાંતિ વાટાઘાટો જોખમમાં મુકાઈ શકે છે.
ઈરાન સાથે વાતચીત પર ટ્રમ્પનો ભાર
અમેરિકન મીડિયા રિપોર્ટ (એક્સિઓસ) અનુસાર, રવિવારે ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યા બાદ તરત જ ટ્રમ્પે નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આ નવો તણાવ આવનારા શાંતિ કરારને કોઈ નુકસાન ન પહોંચાડે. સાથે જ ટ્રમ્પે ઈરાનને પણ વાતચીતના ટેબલ પર પાછા ફરવા કડક સૂચના આપી છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "આપણે કરારની એકદમ નજીક છીએ. મને લાગે છે કે સોમવાર, મંગળવાર કે બુધવાર સુધીમાં શાંતિ કરાર થઈ જશે." તેમણે ઈરાનને સીધો સંદેશ આપ્યો કે, "તમે મિસાઈલો છોડી લીધી, હવે બસ કરો. વાટાઘાટોના ટેબલ પર આવો અને કરાર પર સહમતિ દર્શાવો."
ઈઝરાયલ વળતો હુમલો કરવાનું ટાળે: ટ્રમ્પ
ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનના હુમલાથી ઈઝરાયલને કોઈ મોટું નુકસાન થયું નથી, તેથી ઈઝરાયલે હવે બદલો લેવાની ભાવના છોડવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું, "જો બીબી (નેતન્યાહૂ) ફરીથી હુમલો કરશે, તો દાયકાઓથી ચાલતું આ હિંસાનું ચક્ર આમ જ ચાલતું રહેશે." ફાઈનાન્સિયલ ટાઈમ્સ સાથેની વાતચીતમાં તો ટ્રમ્પે ત્યાં સુધી કહી દીધું કે, અમેરિકા ઈરાન સાથે જે પણ કરાર કરશે તે નેતન્યાહૂએ સ્વીકારવો જ પડશે. નેતન્યાહૂ વિશે બોલતા ટ્રમ્પે કહ્યું કે, "તેમની પાસે બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં."
આ પણ વાંચોઃ ઈરાન-અમેરિકા વચ્ચે મહાયુદ્ધના એંધાણ: USનો રડાર પર હુમલો, કુવૈતમાં 7 મિસાઈલો તોડી પડાઈ
આ ઉપરાંત, રવિવારે (7 જૂન, 2026ના રોજ) ટ્રમ્પે લેબનોનની રાજધાની બૈરૂત પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાની પણ આકરી ટીકા કરી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી. એક અમેરિકન અધિકારીના જણાવ્યા મુજબ, શાંતિ કરાર ખૂબ જ નજીક હોવાથી ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને હાલ પૂરતું યુદ્ધ રોકવા અને થોભી જવા માટે સ્પષ્ટ જણાવી દીધું છે.
Frequently Asked Questions
ટ્રમ્પે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે શું ચેતવણી આપી છે?
ડોનાલ્ડ ટ્રમ્પના મતે શાંતિ કરાર ક્યારે શક્ય બનશે?
ટ્રમ્પના મતે, આગામી 2 થી 3 દિવસમાં જ એક ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સોમવાર, મંગળવાર કે બુધવાર સુધીમાં કરાર થઈ જશે.
ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને શું વિનંતી કરી છે?
ટ્રમ્પે નેતન્યાહૂને ઈરાનના મિસાઈલ હુમલાનો બદલો ન લેવા ખાસ વિનંતી કરી છે. તેમના મતે, બદલો લેવાથી ચાલી રહેલી શાંતિ વાટાઘાટો જોખમમાં મુકાઈ શકે છે અને હિંસા ચાલુ રહેશે.
ટ્રમ્પે ઈરાનને શું સંદેશ આપ્યો છે?
ટ્રમ્પે ઈરાનને વાતચીતના ટેબલ પર પાછા ફરવા કડક સૂચના આપી છે. તેમણે કહ્યું કે,






















