બ્રિટેન વિશ્વની પ્રથમ કોવિડ-19 ‘હ્યૂમન ચેલેન્જ’ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. જેમાં સ્વસ્થ વૉલિંટિયરને કોરોના વાયરસથી સંક્રમિત કરવામાં આવશે. એ પરીક્ષણનો હેતું પ્રયોગિક વેક્સીનની અસર શોધવાનો છે.
ચેલેન્જ પરીક્ષણ લંડનમાં ક્વોરન્ટાઈન કેન્દ્ર પર જાન્યુઆરીમાં શરુ થઈ શકે છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકો અનુસાર આ અંગે આગામી અઠવાડિયામાં જાહેરાત થઈ શકે છે. અમેરિકી એડવોકેસી ગ્રુપ 1Day Soonerની અપીલ પર બ્રિટેનમાં લગભગ બે હજાર લોકો માનવ ચેલેન્જ પરીક્ષણ માટે આગળ આવ્યા છે.
ખાસ યોજના પર ટિપ્પણી કર્યા વગર બ્રિટેને સંભવિત માનવ ચેલેન્જ પરીક્ષણ માટે ભાગીદાર લોકો સાથે કામ કરવાની વાત કહી છે. સરકારી પ્રવક્તાએ કહ્યું કે, “અમે ભાગીદારો સાથે કામ કરી રહ્યાં છે જેનાથી સમજી શકાશે કે, કેવી રીતે માનવ ચેલેન્જ પરીક્ષણ દ્વારા કોવિડ-19 વેક્સીનના સંભવિત વિકાસ પર સહયોગ કરવામાં આવી શકે છે. આ વાતચીત સારવાર માટેની અમારા સંશોધનની રીતનો એક ભાગ છે. અમને આશા છે કે, વાયરસને નિયંત્રણ કરી જલ્દીજ મહામારીનો ખાત્મો કરી શકાશે. ”
બ્રિટન જાન્યુઆરીમાં શરું કરશે ‘હ્યૂમન ચેલેન્જ’ ટ્રાયલ
ફાઈનાન્સિયલ ટાઈમે જણાવ્યું કે, સરકારા ભંડોળની મદદથી આ સંશોધન કરવામાં આવશે. જો કે, ઈમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા તેની પુષ્ટી કરવામાં આવી નથી. જણાવી દઈએ કે, બ્રિટનમાં પરીક્ષણ શરુ કરવા માટે મેડિસીન એન્ડ હેલ્થકેર પ્રોડકટ્ રેગ્યૂલેટરી એજન્સી (MHRA) તરફથી માન્યતા લેવી પડે છે. આ નિયામક સંસ્થા પરીક્ષણ માટે પ્રોટોકોલ અને સુરક્ષાને નક્કી કરી છે.
તેમણે રૉયટર્સની રિપોર્ટ પર તરત ટિપ્પણી નથી કરી પરંતુ 1Day Soonerએ રિપોર્ટનું સ્વાગત કર્યું છે. 1Day Sooner વેક્સીનના ડેપલપમેન્ટને ઝડપી કરવા માટે ચેલેન્જ પરીક્ષણની વકાલત કરનારી સંસ્થા છે. તેણે વેક્સીનની તપાસ માટે બ્રિટિશ સરકારને ચેલેન્જ પરીક્ષણની યોજના પર અભિનંદન આપ્યા છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
Covid-19 vaccine: બ્રિટનની અનોખી પહેલ, વિશ્વની પ્રથમ ‘હ્યુમન ચેલેન્જ’ ટ્રાયલ કરશે શરું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2020 05:28 PM (IST)
બ્રિટેન વિશ્વનાી પ્રથમ કોવિડ-19 ‘હ્યૂમન ચેલેન્જ’ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. જેમાં સ્વસ્થ વૉલિંટિયરને કોરોના વાયરસથી સંક્રમિત કરવામાં આવશે. એ પરીક્ષણનો હેતું પ્રયોગિક વેક્સીનની અસર શોધવાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -