નવી દિલ્હી: યુક્રેનના શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને રાહતના સમાચાર આવી રહ્યા છે. સુમીમાં ફસાયેલા 694 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે કહ્યું કે, યુદ્ધગ્રસ્ત શહેરમાં ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને બસોમાં 175 કિમી દુર આવેલા પોલ્ટાવા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.


રશિયા અને યુક્રેનને અપીલ કરવા છતાં સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત કોરિડોર તૈયાર કરવામાં નહોતો આવ્યો જે અંગે ભારતીયોએ ખેદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ હવે યુક્રેનમાં કોરિડોર તૈયાર કર્યા પછી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે કાઢવામાં આવી રહ્યા છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, "ગઈ રાત્રે, મેં કંટ્રોલ રૂમમાં તપાસ કરી હતી ત્યારે સુમીમાં 694 ભારતીય વિદ્યાર્થીઓ બાકી હતા. આજે, તેઓ બધા પોલ્ટાવા જવા માટે બસોમાં રવાના થયા છે."


વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી બસોની સુવિધા અંગે સુમી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મેડિકલ સ્ટુડન્ટે ઓળખ ન આપવાની શરતે પુષ્ટિ કરી હતી કે, બસો આવી ગઈ છે અને વિદ્યાર્થીઓ પોલ્ટાવા શહેર જવા માટે બસોમાં સવાર થયા છે. આ પહેલાં કીવ અને મોસ્કો વચ્ચે થયેલા યુદ્ધ અને સતત ગોળીબારના કારણે અંદાજિત 700 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટેનું ઓપરેશન રોકવું પડ્યું હતું. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓ સાથે વાતચીત કરી હતી. જેમાં સુમી શહેરમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાની પ્રક્રિયા ફરી શરૂ કરવાના મુદ્દે ચર્ચા કરી હતી.


આ પણ વાંચોઃ


PM મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસેઃ જાણો કઈ તારીખે આવશે અને શું છે તેમનો આખો કાર્યક્રમ?


યુક્રેનમાં યુદ્ધ વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા દુલ્હા-દુલ્હન, જુઓ સૈનિકો વચ્ચે થયેલા લગ્નનો વીડિયો


Russia Ukraine War: યુક્રેનનો મોટો દાવોઃ 12 હજાર રશિયન સૈનિકોને માર્યા, 303 ટેન્ક તબાહ કરી, 48 એરક્રાફ્ટ અને 80 હેલિકોપ્ટર્સ તોડી પાડ્યા