Ukraine Russia War: રશિયા અને યૂક્રેન વચ્ચેનુ યુદ્ધ આજે 18માં દિવસમાં પહોંચી ગયુ છે, પરંતુ હજુ સુધી કોઇને જીત નથી મળી શકી. હવે આ બધાની વચ્ચે એક વાત સૌથી વધુ ધ્યાન ખેંચી રહી છે, અને તે છે જૈવિક હથિયારોના ઉપયોગની. રશિયા સતત યૂક્રેનના શહેરો પર હુમલાઓ કરી રહ્યાં છે, તો સામે યૂક્રેની સેના અને નાગિરકો પણ સામે જબરદસ્ત રીતે ટક્કર આપી રહ્યાં છે. આ બધાની વચ્ચે આશંકા સેવાઇ રહી છે કે આ યુદ્ધમાં રશિયા જૈવિક હથિયારનો ઉપયોગ કરી શકે છે. આ પહેલા રશિયાએ મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું હતુ કે યૂક્રેનમાં અમેરિકાના ફન્ડિંગ દ્વારા જૈવિક હથિયારો તેયાર માટે જૈવિક લેબ બનાવવામાં આવી છે, અને યૂક્રેન પાસે જૈવિક હથિયારો છે. હવે આ મામલે અમેરિકાએ રશિયાને ખોટુ ઠેરવીનો રશિયા પર આરોપ લગાવ્યો છે કે રશિયા યૂક્રેન જીતવા માટે જૈવિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે વાત છે કે આ જૈવિક હથિયારો છે શું અને કેમ યુદ્ધનમાં તેના પર પ્રતિબંધ છે ? જાણો.......... 


જૈવિક હથિયાર શું છે? 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, જ્યારે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ જેવા ચેપી એજન્ટોનો ઉપયોગ ઈરાદાપૂર્વક મનુષ્યોને ચેપ લગાવવા માટે કરવામાં આવે છે. ત્યારે તેને જૈવિક હથિયાર કહેવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી જ મનુષ્યને નુકસાન થાય છે. જો કે, આમાંના મોટાભાગના વાયરસ દ્વારા ઉપયોગમાં લેવાય છે. જૈવિક હથિયારો ટૂંકા સમયમાં ખૂબ મોટા વિસ્તારમાં વિનાશ સર્જી શકે છે. તેઓ લોકોમાં એવી બીમારીઓ પેદા કરે છે કે તેઓ કાં તો મરવા લાગે છે, અથવા અપંગ બની જાય છે અથવા મનોરોગી બની જાય છે.


જૈવિક હથિયારનો ઉપયોગ કેવી રીતે શરૂ થયો ?
જૈવિક શસ્ત્રોનો ઉપયોગ સૌપ્રથમ 1347માં મોંગોલિયન સેના દ્વારા કરવામાં આવ્યો હતો. મોંગોલિયન સૈન્યએ પ્લેગથી ચેપગ્રસ્ત મૃતદેહોને કાળા સમુદ્રના કિનારે ફેંકી દીધા હતા. તે સમયગાળા દરમિયાન ચેપના ઝડપી ફેલાવાને કારણે બ્લેક ડેથ રોગચાળો ફેલાયો હતો. પરિણામે 4 વર્ષમાં યુરોપમાં 2.5 કરોડ લોકોના મૃત્યુ થયા હતા.


એ જ રીતે 1710 માં રશિયન સૈન્ય સ્વીડિશ સૈન્ય સામે લડતા તાલિન એસ્ટોનિયાને ઘેરી લીધું અને તેમના પર પ્લેગથી ચેપગ્રસ્ત મૃતદેહો ફેંકી દીધા હતા. તે જ સમયે 1763 માં બ્રિટીશ સેનાએ પિટ્સબર્ગમાં ડેલવેર ભારતીયોને ઘેરી લીધા અને શીતળાના વાયરસથી સંક્રમિત ધાબળા ફેંકી દીધા હતા.


એટલું જ નહીં વિશ્વયુદ્ધમાં પણ જૈવિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીએ એન્થ્રેક્સ નામના જૈવિક હથિયારનો ઉપયોગ કર્યો હતો. આ માટે જર્મનીએ એક ગુપ્ત યોજના બનાવી અને દુશ્મનોના ઘોડાઓ અને પશુઓને ચેપ લગાડ્યો. આ હથિયારનો ઉપયોગ જાપાને સોવિયેત માટે કર્યો હતો. જાપાને સોવિયેત જળાશયોમાં ટાઈફોઈડ વાઈરસ ભેળવ્યો અને ચેપ ફેલાવ્યો હતો.


કયા દેશોએ જૈવિક હથિયારો બનાવ્યા ?
અત્યાર સુધીમાં જર્મની, અમેરિકા, રશિયા અને ચીન સહિત 17 દેશો જૈવિક હથિયાર બનાવી ચૂક્યા છે. છેલ્લા 2 વર્ષથી ચીન પર અનેકવાર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે કોરોનાનો ઉપયોગ જૈવિક હથિયાર તરીકે કર્યો છે. જો કે ચીને હંમેશા આ વાતને નકારી કાઢી છે.


શું ચીને કોરોનાનો ઉપયોગ જૈવિક હથિયાર તરીકે કર્યો?
ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીને કોરોનાવાયરસનો ઉપયોગ જૈવિક હથિયાર તરીકે કર્યો છે. આ અંગે અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગોને હાલમાં જ પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે જૈવિક હથિયાર બનાવવા માટે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સતત મજબૂત કરી રહ્યું છે. ચીનની સૈન્ય સંસ્થાઓ અનેક પ્રકારના ઝેર પર કામ કરી રહી છે. તેઓ ડબલ ઉપયોગ કરી શકાય છે. અમેરિકા તેને ખતરનાક માને છે.