Russia Ukraine War: રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેન ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. યુક્રેન ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાંથી જ પરીક્ષામાં બેસવા દેશે. યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારોવા 10 થી 12 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે હતા તે દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓના મુદ્દે આજે બુધવારે યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારોવાએ કહ્યું હતું કે, યુક્રેન વિદેશી મેડિકલ વિદ્યાર્થીઓને તેમના દેશમાંથી અંતિમ પરીક્ષા આપવાની મંજૂરી આપશે.
એમિન ઝાપારોવાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે રશિયન આક્રમણ બાદ યુક્રેનથી આવેલા હજારો મેડિકલ વિદ્યાર્થીઓ હવે ભારતમાં તેમની અંતિમ અથવા લાયકાતની પરીક્ષા આપી શકશે. તેમણે કહ્યું હતું કે, 2,000 ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન પરત ફર્યા છે અને તેમાંથી મોટાભાગના દેશના પશ્ચિમ ભાગમાં આવેલી મેડિકલ યુનિવર્સિટીઓમાં છે. ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યા બાદ જાપારોવા ભારતની મુલાકાત લેનારા તે દેશના પ્રથમ નેતા છે.
યુદ્ધને કારણે અભ્યાસ બંધ થઈ ગયો
એમિન ઝાપારોવા અને વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સંજય વર્મા વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચર્ચા થઈ છે. યુક્રેનમાં યુદ્ધને કારણે આ વિદ્યાર્થીઓનો અભ્યાસ બંધ થઈ ગયો હતો. પરંતુ બુધવારે વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓના મુદ્દે યુક્રેનના મંત્રીએ ઉલ્લેખ કર્યો છે કે, યુક્રેન વિદેશી મેડિકલ વિદ્યાર્થીઓને તેમના દેશમાંથી પરીક્ષા આપવાની મંજૂરી આપશે.
યુક્રેનના મંત્રીએ શું કહ્યું?
એમિન ઝાપારોવાએ જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસમાં હાજરી આપી શકે છે અને સુરક્ષાની ચિંતાઓને કારણે યુક્રેન પાછા ગયા વિના ભારતમાં ક્વોલિફાઈંગ અથવા અંતિમ પરીક્ષા આપવાનું પસંદ કરી શકે છે. મને લાગે છે કે યુદ્ધના ઉકેલ પછી અમારી પાસે વધુ વિદ્યાર્થીઓ પાછા આવશે, પરંતુ અમે ખરેખર યુદ્ધના મધ્યમાં યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા તેમ તેમણે કહ્યું હતું.
Ukraine: યુક્રેનની ભારતને ભેટ, મેડિકલના વિદ્યાર્થીઓને હવે ઘરે બેઠા જ 'ઘી-કેળા'
gujarati.abplive.com
Updated at:
12 Apr 2023 11:13 PM (IST)
Russia Ukraine War: રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેન ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. યુક્રેન ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાંથી જ પરીક્ષામાં બેસવા દેશે.
એમિન ઝાપારોવા
NEXT
PREV
Published at:
12 Apr 2023 11:13 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -