Russia-Ukraine War: યૂક્રેન અને રશિયા યુદ્ધ આજે 12 દિવસે પણ યથાવત છે. રશિયાએ યૂક્રેનના મોટાભાગના શહેરોને તબાહ કરી દીધા છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ લોકોને રશિયા સામે લડવા માટે હથિયાર ઉઠાવવા અપીલ કરી છે. આ અપીલને માનીને યૂક્રેની ફિલ્મના હીરોએ અસલીયતમાં એક્ટિંગને બદલે હથિયાર ઉઠાવી લીધા અને રશિયા સામે સૈનિક બનીને લડવા મેદાનમાં આવી ગયો હતો. જોકે હવે સમાચાર મળી રહ્યાં છે કે આ શખ્સ જેનુ નામ એક્ટર પાસા લી પાવલોનુ મોત થઇ ગયુ છે. 


ખરેખરમાં 33 વર્ષીય યૂક્રેની હીરો પાવલો એક સારો એક્ટર હતો, અને ફિલ્મોમાં એક્ટિંગ ઉપરાંત પાશા ડબિંગ અને ટીવી હૉસ્ટ પણ કરી ચૂક્યો છે. જોકે, દેશની રક્ષા કરવા માટે એક્ટરમાંથી સૈનિક બનવા માટે તે યૂક્રેન સિવિલ ડિફેન્સમાં ભરતી થયો હતો અને રશિયા સામે યુદ્ધે ચઢી ગયો હતો. જોકે હવે તેના મોતના સમાચારથી લોકો દુઃખી છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર, તેનુ મોત કીવના બહારના વિસ્તાર ઇરપિનમાં રશિયન સેનાના હુમલા દરમિયાન થયુ છે. પાવલો રશિયન સેના સામે લડવા માટે સેનામાં જોડાઇ ગયો હતો. પાવલોના મોતની ખબર ફેસબુક પર નેશનલ યૂનિયન ઓફ જર્નલિસ્ટ્સના પ્રમુખ સેરહી ટોમિલેન્કોએ આપી છે. 


ટોમિલેન્કોએ કહ્યું- યૂક્રેને નેશનલ યૂનિયન ઓફ જર્નલિસ્ટ્સની તપાસ માટે યૂએટીવી/ડૉમ પ્લેટફોર્મના પ્રમુખ યૂલિયા ઓસ્ત્રોવ્સ્કાએ અભિનેતાના મોત પર રિપોર્ટની પુષ્ટી કરી છે. યુદ્ધના પહેલા દિવસથી પાશા પાવલો યૂક્રેન માટે લડી રહ્યો હતો અને હવે ઇરપિનમાં તેનુ મૃત્યુ થઇ ગયુ છે. હાલમાં રશિયા અને યૂક્રેની સૈનિકો વચ્ચે જબરદસ્ત યુદ્ધ ચાલી રહ્યું છે.




આ પણ વાંચો....... 


ITA એવોર્ડમાં abp ન્યૂઝનો વાગ્યો ડંકો, સૌથી લોકપ્રિય હિંદી ન્યૂઝ ચેનલનો મળ્યો એવોર્ડ


આર્મીમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આ જગ્યાઓ ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


ચૂંટણી પૂરી, હવે ગમે ત્યારે પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાશે લિટરે 22 રૂપિયા સુધીનો જંગી વધારો, આજે પણ થઈ શકે જાહેરાત


IPL 2022: MS ધોની ફરી નવા લુકમાં દેખાયો, બન્યો 'પિતા'; IPLનો નવો પ્રોમો રિલીઝ


Russia Ukraine War: ખાલી થઇ રહેલા શહેરની હકીકત રજૂ કરે છે આ દ્શ્યો જાણો જંગની વચ્ચે સામાન્ય નાગરિકોની શું છે સ્થિતિ


શેન વોર્નની યાદમાં રડી પડ્યાં રિકી પોંટિંગ, ન રોકી શક્યા આંસુ, ન નીકળ્યા શબ્દો, જુઓ વીડિયો


શેન વોર્નની જૂની ગર્લફ્રેન્ડ એવી હોલીવડુ એક્ટ્રેસે લિપ કિસની તસવીર મૂકી આપી શ્રધ્ધાંજલિ, જાણો શું લખ્યું ?