યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે કહ્યું કે, આ પ્રકારના વિવાદો માટે આ યોગ્ય સમય નથી. જ્યારે ડબલ્યૂએચઓ મહામારીનો સામનો કરવામાં ખૂબ મહેનત કરી રહ્યુ છે. આ સમય એકતાનો છે. વૈશ્વિક સમુદાયે આ મહામારી સામે એક થઇ લડવું પડશે જેનાથી નુકસાન ઓછું કરી શકાય. જોકે, ડબલ્યૂએચઓ તરફથી ટ્રમ્પના આ નિર્ણય પર કોઇ સતાવાર પ્રતિક્રિયા આવી નથી.
નોંધનીય છે કે અમેરિકામાં એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. અમેરિકામાં એક જ દિવસમાં લગભગ 27000 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2403 લોકોના મોત થયા છે. આ સાથે અમેરિકામાં કોરોનાના કારણે થનારા મોતની સંખ્યા 26,047 થઇ ગઇ છે.