US Cold Weather: અમેરિકા સહિત આખી દુનિયામાં કેટલાય દેશોમાં હાડ ગાળતી ઠંડી પડવાની શરૂ થઇ ગઇ છે, રશિયાની આસપાસના શહેરોમાં અને દેશોમાં તો ઠંડીએ કેર વર્તાવ્યો છે, અમેરિકા, કેનેડા, બ્રિટનમાં ભારત બરફવર્ષા થઇ રહી છે. અમેરિકાના (America) ન્યૂ હેમ્પશાયરમાં તો પારો રેકોર્ડ સ્તર પર શૂન્યથી નીચે જતો રહ્યો છે, અને સ્પીડમાં ત્યાં ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઇ ગયા છે.
ન્યૂ હેમ્પશાયર (New Hampshire)માં શુક્રવારે પારો માઇનસ 103 ડિગ્રી ફૉરનહીટ સુધી પહોંચી ગયો, નેશનલ વેધર સર્વિસના અનુમાનો અનુસાર શુક્રવાર સાંજ સુધી માઉન્ટ વૉશિંગટન (Mount Washington) માં હવાની ઠંડક-103 ડિગ્રી ફૉરનહીટ સુધી નીચે જતી રહી હતી, લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
અમેરિકામાં રેકોર્ડ ઠંડી -
નેશનલ વેધર સર્વિસના અનુમાનો અનુસાર, ન્યૂ હેમ્પશાયરના વ્હાઇટ માઉન્ટેની સૌથી ઉંચી ચોટી માઉન્ટ વૉશિંગટન શુક્રવારે રાત્રે 138 વર્ષમાં સૌથી ઠંડું તાપમાન સુધી પહોંચી ગયુ. 6,288 ફૂટ પર ઉત્તરીય ન્યૂ હેમ્પશાયરના સફેદ પહાડોમાં સ્થિત માઉન્ટ વૉશિંગટન વેધશાળા આર્કટિક હવાની ઝડપનો સામનો કરી રહ્યું છે. વિન્ડ ચિલ રેકોર્ડ પણ તુટી ગયો છે. શુક્રવારની સાંજ સુધી હવાની ઠંડક -103 ડિગ્રી ફૉરનહીટ સુધી નીચે આવી ગયુ, જ્યારે ગયો રેકોર્ડ -102.7 ડિગ્રીનો હતો.
Gujarat Weather: ગુજરાતમાં ક્યારથી ઘટશે ઠંડી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. જે મુજબ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નહીં થાય, આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો નોંધાશે. પવનની ગતિ ધીમી પડતા ઠંડી ઘટશે. હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે. નલિયામાં 4.2 તાપમાન, અમદાવાદ 13 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું.
ઉત્તર ભારતમાં ફરી એકવાર વાતાવરણ ઠંડું થઈ ગયું છે. લોકો સવાર-સાંજ ઠંડી અને ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. ભારે પવનને કારણે ઉત્તર ભારતમાં એક જ રાતમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગે ફેબ્રુઆરી 2023માં વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. તે જ સમયે, દેશના મોટાભાગના ભાગોમાં માસિક લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની સંભાવના છે.