જ્યારે અન્ય દેશોની વાત કરીએ તો કોરોના વાયરસના પોઝિટીવ કેસ મામલે જર્મનીએ ચીનને પાછળ છોડી દીધું છે. શુક્રવારે સાંજ સુધીમાં જર્મનીમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 89,451 પર પહોંચી ગઇ છે. જ્યારે ચીનમાં અત્યાર સુધીમાં કુલ 81,620 કેસ નોંધાયા છે. કોરોના વાયરસથી ઇટાલી અને સ્પેન સૌથી વધુ પ્રભાવિત છે.
અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના કહેવા પ્રમાણે, અત્યાર સુધીમાં 10 લાખથી વધુ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે અને ઝડપથી તેમાં વધારો થઇ રહ્યો છે. અનેક દેશોમાં આર્થિક અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ભારે સંકટ પેદા થયુ છે.