US declares Muslim Brotherhood Terrorist Organization: વૈશ્વિક રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ મધ્ય પૂર્વના સૌથી જૂના અને પ્રભાવશાળી ઇસ્લામિક જૂથોમાંના એક 'મુસ્લિમ બ્રધરહુડ' (Muslim Brotherhood) વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. અમેરિકાએ સત્તાવાર રીતે મુસ્લિમ બ્રધરહુડને 'આતંકવાદી સંગઠન' (Terrorist Organization) જાહેર કર્યું છે. આ નિર્ણય બાદ સંગઠન પર આકરા આર્થિક અને મુસાફરી પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે.

શું થશે આ નિર્ણયની અસર?

ટ્રમ્પ પ્રશાસનના આ આદેશ બાદ હવે સ્થિતિ બદલાઈ જશે:

Continues below advertisement

Continues below advertisement

ફંડિંગ બંધ: આ સંગઠનને કોઈપણ પ્રકારની આર્થિક કે અન્ય સહાય પૂરી પાડવી હવે ગેરકાયદેસર (Illegal) ગણાશે.

પ્રવેશ પર પ્રતિબંધ: સંગઠન સાથે સંકળાયેલા સભ્યોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આર્થિક નાકાબંધી: તેમની આવક અટકાવવા અને ફંડિંગના સ્ત્રોતો બંધ કરવા માટે કડક આર્થિક પ્રતિબંધો (Economic Sanctions) લાગુ કરવામાં આવ્યા છે.

માર્કો રુબિયોનું આક્રમક નિવેદન

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો (Marco Rubio) એ આ અંગે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું હતું કે, "અમેરિકા આતંકવાદને પોષતા તત્વોને સાંખી નહીં લે. મુસ્લિમ બ્રધરહુડ દ્વારા ફેલાવાતી હિંસા અને અસ્થિરતાને રોકવા માટેનું આ પ્રથમ પગલું છે." તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકા પાસે ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપયોગ કરીને આ સંગઠનના સંસાધનો અને ફંડિંગ અટકાવવામાં આવશે.

ઇજિપ્ત, જોર્ડન અને લેબનોન કનેક્શન

અમેરિકાનો આ નિર્ણય ઇઝરાયલ વિરોધી દેશો અને જૂથો સામેની રણનીતિનો ભાગ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઇજિપ્ત (Egypt), લેબનોન અને જોર્ડનમાં પણ આ સંગઠનની શાખાઓ સક્રિય છે. ઇજિપ્તે અગાઉથી જ આ જૂથને ગેરકાયદેસર ઠેરવીને તેના નેતાઓ સામે કડક કાર્યવાહી કરેલી છે. હવે અમેરિકાના આ નિર્ણયથી મધ્ય પૂર્વના સમીકરણો બદલાશે.

કોણે કરી હતી સ્થાપના?

ઇતિહાસ પર નજર કરીએ તો, આ સંગઠનની સ્થાપના 1928 માં ઇજિપ્તના વિદ્વાન હસન અલ-બન્ના (હસન અલ-બત્રા) દ્વારા કરવામાં આવી હતી. આ જૂથ રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય છે. 2012 માં આ સંગઠને ઇજિપ્તમાં લોકશાહી રીતે ચૂંટણી જીતી હતી, પરંતુ એક વર્ષ બાદ જ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. હાલમાં આ સંગઠન મોટાભાગે ભૂગર્ભમાં રહીને કામ કરી રહ્યું છે. લેબનોનમાં આ જૂથ 'અલ-જમા અલ-ઇસ્લામિયા' તરીકે ઓળખાય છે અને ત્યાંની સંસદમાં પણ પ્રતિનિધિત્વ ધરાવે છે.