US Election Results 2024: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. અમેરિકન મીડિયા હાઉસ ફોક્સ ન્યૂઝે જાહેરાત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણી જીતી ગયા છે. અમેરિકાની ચૂંટણીમાં જીત મેળવીને 47માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના લોકોનો આભાર. આવો નજારો આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય. અમે અમારી સરહદ મજબૂત કરીશું. દેશની તમામ સમસ્યાઓનું સમાધાન કરીશું.


ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે લોકો અમેરિકા પાછા આવે, પરંતુ કાયદાકીય રીતે. અહીં દરેક વ્યક્તિ ખૂબ જ ખાસ અને મહાન છે. ટ્રમ્પે એલન મસ્કના વખાણ કર્યા અને કહ્યું કે તે એક અદભૂત વ્યક્તિ છે. ટ્રમ્પે આગળ કહ્યું કે જે મસ્કે કર્યું છે, શું રશિયા કરી શકે છે, શું ચીન કરી શકે છે, બીજું કોઈ કરી શકે નહીં. તેમણે સ્પેસએક્સના તાજેતરના લોન્ચિંગની પણ પ્રશંસા કરી હતી. ટ્રમ્પે વધુમાં કહ્યું કે આપણે એક એવો દેશ છીએ જેને મદદની સખત જરૂર છે. અમે અમારી સીમાઓ ઠીક કરવા જઇ રહ્યા છીએ


ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિંગ રાજ્યના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ. અમને સ્વિંગ રાજ્યના મતદારોનું સમર્થન પણ મળ્યું છે. આગામી ચાર વર્ષ અમેરિકા માટે સોનેરી સાબિત થવાના છે. જનતાએ અમને ખૂબ જ મજબૂત જનાદેશ આપ્યો છે.






અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ જણાય છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જીત તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે, ડેમોક્રેટ કમલા હેરિસ પાછળ છે. ચૂંટણી પરિણામોના ટ્રેન્ડની અસર હવે ટ્રમ્પ અને હેરિસ પર દેખાઈ રહી છે. હેરિસના નિરાશ સમર્થકો હવે પરત ફરી રહ્યા છે. કમલા હેરિસે હાવર્ડ યુનિવર્સિટીમાં ભાષણ પણ રદ્દ કર્યું હતું.






અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે 538 માંથી 270 ઈલેક્ટોરલ કોલેજ વોટ જરૂરી છે. ટ્રમ્પ હાલમાં 247 પર છે જ્યારે હેરિસ 210 પર આગળ છે. ટ્રમ્પ સાતમાંથી પાંચ સ્વિંગ સ્ટેટ્સમાં પણ આગળ છે.ટ્રમ્પના સમર્થકોએ ઉજવણીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ફ્લોરિડાના પામ બીચ સ્થિત કન્વેન્શન સેન્ટરમાં વિજયની ઉજવણી કરવામાં આવશે.