US Election 2024: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બમ્પર લીડ મળી છે. તેઓ 198 ઇલેક્ટોરલ કૉલેજ પર આગળ છે. જ્યારે કમલા હેરિસ 109 પર આગળ છે.  ડોનાલ્ડ ટ્રમ્પ 198 ઈલેક્ટોરલ કોલેજ વોટ પર આગળ છે, જ્યારે કમલા હેરિસ 117 ઈલેક્ટોરલ કોલેજ વોટ પર આગળ છે. બે ઉમેદવારો વચ્ચે ચૂંટણીની હરીફાઈ છે અને આ વલણો ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. આગામી કલાકોમાં વલણો અને મત ગણતરી ચાલુ હોવાથી પરિણામો વધુ સ્પષ્ટ થઈ શકે છે.






મોન્ટાના, મિસૌરી, ઓહિયો, ટેક્સાસ, નેબ્રાસ્કા, નોર્થ ડકોટા, સાઉથ ડકોટા, વ્યોમિંગ. નોંધનીય છે કે ટ્રમ્પે ઓહાયોમાં જીત હાંસલ કરી છે. આ રાજ્ય તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સનું ગૃહ રાજ્ય પણ છે. કમલા હેરિસે ઇલિનોઇસ, વોશિંગ્ટન ડીસી, કોલોરાડો અને ન્યૂયોર્કમાં જીત મેળવી છે. આ દરમિયાન ટ્રમ્પ 198 ઈલેક્ટોરલ કોલેજોમાં આગળ છે. આ સાથે જ કમલા હેરિસે 112ની લીડ જાળવી રાખી છે.


AP VoteCast સર્વે અનુસાર, રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ સાત રાજ્યો - જ્યોર્જિયા, ઇન્ડિયાના, કેંટકી, વેસ્ટ વર્જિનિયા, સાઉથ કેરોલિના, ઓહાયો અને ફ્લોરિડામાં આગળ છે, જ્યારે કમલા હેરિસ વર્મોન્ટ, ન્યૂ હેમ્પશાયર, નોર્થ કેરોલિના અને વર્જિનિયામાં આગળ છે.






અમેરિકન ચૂંટણી માટે મત ગણતરી ચાલુ છે. અમેરિકન નેટવર્કના અહેવાલ મુજબ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ કરતા આગળ દેખાઈ રહ્યા છે. દરમિયાન, અમેરિકાના ઘણા રાજ્યોમાં હજુ સુધી મત ગણતરી શરૂ થઈ નથી. તેમાં અલાસ્કા, કેલિફોર્નિયા, હવાઈ, ઇડાહો, નેવાડા, ઓરેગોન, ઉટાહ અને વોશિંગ્ટન રાજ્યનો સમાવેશ થાય છે.            


US Election 2024: એક-બે નહીં, ભારતીય મૂળના આટલા નેતા બન્યા છે અમેરિકન ચૂંટણીમાં દાવેદાર, જાણો તેમના વિશે