શોધખોળ કરો

US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો

US EU Trade Deal Suspended: 'ગ્રીનલેન્ડ માત્ર બરફનો ટુકડો નથી', ટ્રમ્પની ટેરિફની ધમકી અને દાદાગીરી સામે યુરોપિયન સંસદ લાલઘૂમ; જુલાઈ 2025 માં થયેલો ઐતિહાસિક વેપાર કરાર સ્થગિત, નાટો ગઠબંધનમાં તિરાડ?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

US EU Trade Deal Suspended: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની વિસ્તારવાદી નીતિ અને આક્રમક વલણને કારણે અમેરિકાને આંતરરાષ્ટ્રીય મોરચે મોટો ફટકો પડ્યો છે. બુધવારે (21 January, 2026), યુરોપિયન સંસદે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને અમેરિકા સાથેના 'મુક્ત વેપાર કરાર' (Trade Deal) ને સ્થગિત કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, યુએસ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે જુલાઈ 2025 માં જ આ કરાર પર સહમતિ સધાઈ હતી. પરંતુ ટ્રમ્પે ગ્રીનલેન્ડ (Greenland) પર કબજો મેળવવાની જીદ પકડી રાખતા અને વિરોધ કરનારા યુરોપિયન સાથી દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપતા મામલો બિચક્યો છે.

10 થી 25 ટકા ટેરિફની ધમકીથી યુરોપ નારાજ 

યુરોપિયન સંસદના સભ્ય અને યુએસ-ઈયુ ટ્રેડ રિલેશન્સ કમિટી (INTA) ના ચેરમેન બર્ન્ડ લેંગે (Bernd Lange) બુધવારે જારી કરેલા નિવેદનમાં ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, "અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા યુરોપિયન દેશો પર 10% થી 25% ટેરિફ લાદવાની યોજના એ વેપાર કરારના મૂળભૂત નિયમોનો ભંગ છે." દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) માં ટ્રમ્પના ભાષણનો ઉલ્લેખ કરતા લેંગે કહ્યું કે ટ્રમ્પનું વલણ બદલાયું નથી અને તેઓ જબરદસ્તી ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવા માંગે છે.

"ગ્રીનલેન્ડ બરફનો ટુકડો છે, અમને માલિકી જોઈએ છે" 

ટ્રમ્પે દાવોસમાં વિવાદાસ્પદ નિવેદન આપતા ગ્રીનલેન્ડને સમુદ્ર વચ્ચે તરતા "બરફના મોટા ટુકડા" સાથે સરખાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અમને ગ્રીનલેન્ડ લીઝ (Lease) પર નહીં, પણ માલિકી હક સાથે જોઈએ છે. લીઝથી સુરક્ષા શક્ય નથી." એટલું જ નહીં, ટ્રમ્પે નાટો (NATO) દેશોને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે, "જો તમે ગ્રીનલેન્ડ મેળવવામાં અમેરિકાને મદદ કરશો તો અમે આભારી રહીશું, નહીં તો અમે આ વાત યાદ રાખીશું."

"નાટોએ અમેરિકા સાથે સારો વ્યવહાર નથી કર્યો" 

ટ્રમ્પે પોતાની દલીલ રજૂ કરતા કહ્યું હતું કે ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ નાટો ગઠબંધનને વધુ મજબૂત બનાવશે. તેમણે ઇતિહાસ યાદ અપાવતા કહ્યું કે, "બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે અમે ગ્રીનલેન્ડને ડેનમાર્કને પરત કર્યું ત્યારે તે અમારી મૂર્ખામી હતી. અમે એક સુંદર દેશ માટે લડ્યા જે જમીન નહીં પણ બરફનો ટુકડો છે. હવે અમેરિકા વધુ શક્તિશાળી છે અને યુરોપે અમારી પાસેથી શીખવું જોઈએ." ટ્રમ્પના આવા નિવેદનોને કારણે હવે અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધો તંગદિલીભર્યા બન્યા છે.

Frequently Asked Questions

યુરોપિયન સંસદે અમેરિકા સાથેનો વેપાર કરાર કેમ સ્થગિત કર્યો?

યુરોપિયન સંસદે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજો કરવાની જીદ અને યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની ધમકીને કારણે વેપાર કરાર સ્થગિત કર્યો છે.

ટ્રમ્પે ગ્રીનલેન્ડ વિશે શું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું?

ટ્રમ્પે ગ્રીનલેન્ડને સમુદ્ર વચ્ચે તરતા 'બરફના મોટા ટુકડા' સાથે સરખાવીને કહ્યું હતું કે તેમને ગ્રીનલેન્ડ લીઝ પર નહીં, પણ માલિકી હક સાથે જોઈએ છે.

ટ્રમ્પે નાટો દેશોને ગ્રીનલેન્ડ મુદ્દે શું ચેતવણી આપી હતી?

ટ્રમ્પે નાટો દેશોને કહ્યું હતું કે જો તેઓ ગ્રીનલેન્ડ મેળવવામાં અમેરિકાને મદદ કરશે તો તેઓ આભારી રહેશે, નહીં તો તેઓ આ વાત યાદ રાખશે.

અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધો શા માટે તંગ બન્યા છે?

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના આક્રમક વલણ, ગ્રીનલેન્ડ પર કબજાની જીદ અને યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની ધમકીને કારણે અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધો તંગ બન્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'બાપુ' મોડા કેમ જાગ્યા ?
Hun To Bolish | હું તો બોલીશ | ગાય, ભેંસનું નહીં, યુરિયાનું દૂધ
Rivaba Jadeja: મંત્રી રિવાબા જાડેજા બાળકો સાથે ખો-ખો રમ્યા, વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું
Shankersinh Vaghela: સાણંદમાં દારૂની મહેફિલ પર દરોડા મુદ્દે શંકરસિંહના બેબાક બોલ
Bagdana Assault Case: નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીરને મળ્યા જામીન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
Owaisi vs Himanta:
Owaisi vs Himanta: "તમે 2 રૂપિયાના ભિખારી છો..." મંચ પરથી સિક્કો ઉછાળી ઓવૈસીનો આસામ CM પર કર્યા આકરા પ્રહાર
IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
Embed widget