Francis Scott Key Bridge Collapse: બાલ્ટીમોરનો સૌથી લાંબો ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ મંગળવારે સવારે મોટા માલવાહક જહાજ સાથે અથડાયા બાદ પાણીમાં પડી ગયો હતો. અહેવાલો અનુસાર, પુલ તૂટી પડતા પહેલા આગ લાગી હતી અને ઘણા વાહનો નીચે પાણીમાં પડી ગયા હતા.


જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર સાત જેટલા બાંધકામ કામદારો અને ત્રણથી ચાર નાગરિક વાહનો હાજર હતા. મોટા પાયે જાનહાનિ થયાની માહિતી સામે આવી છે. ઘટના બાદ બ્રિજને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ સુરક્ષાના કારણોસર બંને દિશામાંની તમામ લેન બંધ કરી દીધી છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ઈજાઓ અને જાનહાનિ વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.