ઈરાનમાં ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો વચ્ચે અમેરિકાએ ગુરુવારે (15 જાન્યુઆરી, 2026) તેહરાન સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઈરાની શિપિંગ, ટ્રેડિંગ અને ઉર્જા કંપનીઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે, ઉપરાંત વિરોધ પ્રદર્શનોને દબાવવાના આરોપમાં ઈરાની અધિકારીઓ પર પણ નવા પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાએ 18 લોકો અને કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધા છે, જે ઈરાનની નાણાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ગુપ્ત બેંકિંગ નેટવર્કનો ભાગ હોવાનું માનવામાં આવે છે. 

ટ્રમ્પ વહીવટીતંત્રે 18 ઈરાની અધિકારીઓ પર પ્રતિબંધો લાદ્યા છે, જેમાં તેઓ વિરોધીઓ સામે કાર્યવાહી અને હિંસા અને અબજો ડોલરના તેલના મહેસૂલનો દુરુપયોગ કરવા માટે જવાબદાર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે આ પ્રતિબંધો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર લાદવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકા સ્વતંત્રતા અને ન્યાયની માંગ કરી રહેલા ઈરાની લોકો સાથે મજબૂત રીતે ઉભું છે.

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે સુપ્રીમ કાઉન્સિલ ફોર નેશનલ સિક્યુરિટીના સેક્રેટરી, તેમજ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને કાયદા અમલીકરણ દળોના કમાન્ડરો પર પ્રતિબંધો લાદ્યા છે. યુએસએ ફારદીસ જેલ પર પણ પ્રતિબંધો લાદ્યા છે, જેને લઈ વિદેશ વિભાગે  કહ્યું હતું કે મહિલાઓ સાથે ક્રૂર, અમાનવીય અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું.

Continues below advertisement

Continues below advertisement

અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે કહ્યું, "ઈરાની નેતાઓ ડૂબતા વહાણ પરના ઉંદરોની જેમ ઈરાનીઓ પાસેથી પૈસા ચોરી વિશ્વભરની બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં મોકલી રહ્યા છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ આ સમગ્ર બાબતથી વાકેફ છે.નિશ્ચિત રહો અમે તમારા અને તેમના પર નજર રાખીશું. તમારી પાસે (ઈરાની નેતાઓ) હજુ પણ સમય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હંમેશા કહ્યું છે કે હિંસા બંધ કરો  અને ઈરાન સાથે ઉભા રહો."

નવા પ્રતિબંધોની કરી જાહેરાત

પ્રતિબંધોની યાદીમાં ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ફોર નેશનલ સિક્યુરિટીના સેક્રેટરી અલી લારીજાનીના નામનો પણ સમાવેશ થાય છે. તેમના પર વિરોધીઓ સામે દમનકારી પગલાં લેવાનો આદેશ આપવાનો આરોપ છે. આ પ્રતિબંધો હેઠળ અમેરિકામાં હાજર સંબંધિત લોકો અને સંસ્થાઓની સંપત્તિઓ સ્થગિત કરવામાં આવી છે અને અમેરિકન નાગરિકોને તેમની સાથે કોઈપણ વ્યવસાય કરવાથી  પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.