શોધખોળ કરો

Exclusive: "જો ચીન-રશિયા અમારો સાથે આપે તો..."US-ઇઝરાયલ સાથેના યુદ્ધ અંગે abp ન્યૂઝ પર બોલ્યા ખામેનીના પ્રતિનિધિ

US Israel Iran War: ભારતમાં ખામેનીના પ્રતિનિધિ અબ્દુલ માજિદ હકીમે કહ્યું કે અમેરિકાએ ઈરાન પર 200 વખત હુમલો કર્યો છે. તેમણે ઉમેર્યું કે ભલે આપણે આઠ વર્ષ સુધી લડવું પડે, અમે તેના માટે તૈયાર છીએ.

US Israel Iran War: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના નવમા દિવસે હવે ઈઝરાયેલે ઈરાનમાં તેલ ભંડાર અને રિફાઈનરી સુવિધાઓ સાથે જોડાયેલા સ્થળો પર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના ભારતમાં પ્રતિનિધિ ડૉ. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ આ યુદ્ધ વચ્ચે ચીન અને રશિયાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીયોએ અમેરિકા અને ઈઝરાયેલના આ હુમલાનો વિરોધ કર્યો છે અને ખામેનીની હત્યા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

'અમેરિકાએ ઈરાન પર 200 વખત હુમલો કર્યો છે'

અબ્દુલ મજીદ હકીમે કહ્યું, 'ઈરાન અને અમેરિકાએ અમારી સ્કૂલ પર હુમલો કર્યો, જેમાં નાના બાળકોના મોત થયા છે. તેમની પાસે કોઈ નૈતિકતા નથી. તેમણે 7 માર્ચે નાગરિકો અને ઓઈલ-વોટર પ્રોસેસિંગ યુનિટ પર હુમલો કર્યો. અમેરિકાએ ઈરાન પર 200 વાર હુમલો કર્યો છે. શું અમેરિકા ન્યૂયોર્કથી હુમલો કરી રહ્યું છે? ના, તે અમારા પડોશીઓના બેઝ પરથી હુમલો કરી રહ્યું છે. અમારા રાષ્ટ્રપતિએ પણ કહ્યું છે કે જો અમારા પડોશી દેશો અમેરિકાને હુમલો ન કરવા દે તો અમેરિકા ઈરાન પર હુમલો ન કરી શકે. અમે અમારા પડોશી દેશો પર હુમલો નથી કરી રહ્યા. અમે અમેરિકી બેઝ પર હુમલો કરી રહ્યા છીએ.'

'અમારે 8 વર્ષ પણ લડવું પડે તો લડીશું'

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે તેઓ ઈરાનમાં સત્તા પરિવર્તન કરવા માંગે છે. આ અંગે અબ્દુલ મજીદ હકીમે પૂછ્યું, 'શું કોઈ દેશના રાષ્ટ્રપતિ કહી શકે કે અમે બીજા દેશના નેતા બદલી નાખીશું? આ કેટલું શરમજનક છે. શું દુનિયામાં કોઈ કાયદો નથી? અમે ન્યાય માટે લડતા રહીશું. અમે 19 મિલિયન લોકો છીએ, દુનિયામાં ઘણા દેશો છે જે ઈરાનનું સમર્થન કરી રહ્યા છે. અમે અમારા આત્મસન્માન માટે મરવા તૈયાર છીએ. જો અમારે 8 વર્ષ પણ લડવું પડે તો અમે તેના માટે તૈયાર છીએ. અમે ઈરાક સામે પણ 8 વર્ષ લડાઈ લડી છે. અમારી પાસે મિસાઈલ છે, અમે અમારા માટે લડતા રહીશું.'

'ચીન-રશિયા સાથ આપત તો સ્થિતિ વધુ સારી હોત'

ડૉ. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ આ યુદ્ધમાં રશિયા અને ચીન તરફથી મળતી મદદને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી. તેમણે કહ્યું, 'જો ચીન અને રશિયા અમારું સમર્થન કરી રહ્યા હોત તો અમારી સ્થિતિ આનાથી વધુ સારી હોત. વેસ્ટર્ન મીડિયા ઘણી ફેક ન્યૂઝ પણ ફેલાવે છે. ભારતની જનતાએ અમેરિકા અને ઈઝરાયેલના આ હુમલાનો વિરોધ કર્યો છે અને ખામેનીની હત્યા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અમારા દુશ્મનોમાં કોઈ માનવતા નથી, તેઓ માત્ર પૈસા વિશે અને લોકોને મારવા વિશે જ જાણે છે.'

ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાના ખૂબ નજીક હતું અને જો અમેરિકાએ હુમલો ન કર્યો હોત તો તેહરાન અમેરિકા અને તેના લોકો માટે ખતરો સાબિત થાત. આ અંગે અબ્દુલ મજીદ હકીમે કહ્યું, 'ઈરાન પહેલાથી જ કહેતું આવ્યું છે કે અમે ન્યુક્લિયર હથિયાર નથી ઈચ્છતા. જો અમે ઈચ્છતા હોત તો અમારી પાસે હોત. અમારા ધર્મ અનુસાર આ હરામ છે. અયાતુલ્લા અલી ખામેનીએ પહેલા જ કહ્યું હતું કે અમે ન્યુક્લિયર હથિયાર નથી ઈચ્છતા.'

'ઈરાન પાસે કોઈ ન્યુક્લિયર હથિયાર નથી'

તેમણે કહ્યું, 'IAEA એ પહેલા જ કહી દીધું છે કે ઈરાન પાસે કોઈ ન્યુક્લિયર હથિયાર નથી. તેઓ (અમેરિકા) ઈરાનના તેલ, ગેસ અને ખાણો પર પોતાનો કબજો જમાવવા માંગે છે. આ બિઝનેસમાં હથિયારોનું માર્કેટ સૌથી મોટું છે, જે આ બિઝનેસમાં છે તેમને ઘણો ફાયદો થઈ રહ્યો છે. કોઈ પુરાવા નથી કે ઈરાન પાસે પરમાણુ હથિયાર છે કે હોવાનું છે.'

અબ્દુલ મજીદ હકીમે કહ્યું, 'ઈઝરાયેલ તેના પડોશીઓ પર હુમલો કરે છે. આ ક્ષેત્રના તમામ દેશો પર ઈઝરાયેલ હુમલો કરી ચૂક્યું છે. ઈઝરાયેલીઓએ પેલેસ્ટાઈનીઓ સાથે પ્રાણી જેવું વર્તન કર્યું છે.' તેમણે એમ પણ કહ્યું કે જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારે અયાતુલ્લા અલી ખામેનીએ બંકરમાં જવાનો ઈનકાર કર્યો હતો.

ખામેનીનું મૃત્યુ કેવી રીતે થયું?

તેમણે કહ્યું, 'અમારા દિવંગત સુપ્રીમ લીડર ખામેનીએ કહ્યું હતું કે જો તમે 19 મિલિયન ઈરાનીઓ માટે બંકર બનાવશો તો જ હું બંકરમાં જઈશ. તેમણે બંકરમાં જવાની મનાઈ કરી દીધી. તેમણે આ ઉપરાંત બીજે ક્યાંય પણ જવાની મનાઈ કરી દીધી. તેમના 4 દીકરાઓ છે, કોઈની પાસે પોતાનું ઘર નથી. અમારા બંધારણ મુજબ સુપ્રીમ લીડર પર ઘણી જવાબદારીઓ હોય છે. જો કોઈ કારણોસર તેમનું અવસાન થાય તો 3 સભ્યોની કાઉન્સિલની રચના થાય છે. ઈરાનના લોકો સ્માર્ટ છે, જાગૃત છે, તેઓ પોતાનો નેતા પોતે પસંદ કરી શકે છે.'

અબ્દુલ મજીદ હકીમે ઈરાનની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું, 'અમે ક્યારેય આ લડાઈ નહોતા ઈચ્છતા. જો અમારા પર કોઈ હુમલો કરશે તો અમને અમારી સરહદોની સુરક્ષા કરવાનો પૂરો અધિકાર છે. હજારો ઈરાનીઓને ગયા અઠવાડિયે મારી નાખવામાં આવ્યા છે. શું યુએસ પાસે લોકોને મારવાનો અધિકાર છે? શું અમને અમારો બચાવ કરવાનો પણ અધિકાર નથી? તેમની પાસે ઈરાનની આસપાસ 33 બેઝ છે. તેઓ અહીં શું કરી રહ્યા છે?'

'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ નથી'

તેમણે કહ્યું, 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવામાં આવ્યું નથી. જો ઈરાન તેને બંધ કરી દે તો કોઈ શિપ ત્યાંથી પસાર ન થઈ શકત. અમને ખબર છે કે આનાથી કોઈ બીજા દેશોને કોઈ ફરક નથી પડતો. કોઈ પણ ઈઝરાયેલને નથી કહી રહ્યું કે યુદ્ધ ખતમ કરો, પરંતુ બધા ઈરાનને કહી રહ્યા છે કે યુદ્ધ બંધ કરો. યુદ્ધ તો ઈરાન અને અમેરિકાએ શરૂ કર્યું છે.' તેમણે પૂછ્યું, 'શું તેમની પાસે ઈરાનનો ભૌગોલિક નકશો બદલવાનો અધિકાર છે? શું તેમની પાસે અમારા તેલ સંસાધનો પર હુમલો કરવાનો અધિકાર છે? શું તેમની પાસે સ્કૂલો પર હુમલો કરવાનો અધિકાર છે?'

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, છતાં
ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, છતાં "દેશ ગરીમા" હોર્મુઝમાંથી સુરક્ષિત થયું પસાર
ઈરાનના દાવા વચ્ચે મોટું ટ્વિસ્ટ: હોર્મુઝ સ્ટ્રેટ પહોંચેલા 4 ભારતીય ટેન્કરોએ અધવચ્ચેથી લીધો યુ ટર્ન
ઈરાનના દાવા વચ્ચે મોટું ટ્વિસ્ટ: હોર્મુઝ સ્ટ્રેટ પહોંચેલા 4 ભારતીય ટેન્કરોએ અધવચ્ચેથી લીધો યુ ટર્ન
24 કલાકની અંદર જ ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો લીધો નિર્ણય, અમેરિકા પર લગાવ્યો ગંભીર આરોપ
24 કલાકની અંદર જ ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો લીધો નિર્ણય, અમેરિકા પર લગાવ્યો ગંભીર આરોપ
US-Iran War: ઈરાન અમેરિકા સામે ઝૂકશે નહીં? ટ્રમ્પની યુરેનિયમની માંગણી સામે ઇરાનની લાલ આંખ
US-Iran War: ઈરાન અમેરિકા સામે ઝૂકશે નહીં? ટ્રમ્પની યુરેનિયમની માંગણી સામે ઇરાનની લાલ આંખ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
ચૂંટણી પ્રચારનો સુપર સન્ડે, અંજલીબેન પ્રચારના મેદાનમાં, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યાં
ચૂંટણી પ્રચારનો સુપર સન્ડે, અંજલીબેન પ્રચારના મેદાનમાં, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યાં
ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, છતાં
ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, છતાં "દેશ ગરીમા" હોર્મુઝમાંથી સુરક્ષિત થયું પસાર
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
દીપિકા પાદુકોણે ફેન્સ સાથે શેર કર્યા ગૂડ ન્યુઝ, દીકરીના હાથમાં પ્રેગ્નન્સી કિટનો ફોટો પોસ્ટ કરી આપી પ્રેગ્નન્સીની ખબર
દીપિકા પાદુકોણે ફેન્સ સાથે શેર કર્યા ગૂડ ન્યુઝ, દીકરીના હાથમાં પ્રેગ્નન્સી કિટનો ફોટો પોસ્ટ કરી આપી પ્રેગ્નન્સીની ખબર
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
Embed widget