Congress Joint Session: 'આ અમેરિકાનો સુવર્ણ યુગ...', ટ્રમ્પે કોંગ્રેસના સંયુક્ત સત્રના સંબોધનમાં શું કહ્યું?
Donald Trump Address Congress Joint Session: ટ્રમ્પે તેમના પ્રથમ 13 મહિનાની સિદ્ધિઓનું વર્ણન કર્યું અને કહ્યું કે અમેરિકામાં "પહેલા ક્યારેય ન જોયા હોય તેવા પરિવર્તન" આવ્યા છે.

Donald Trump Address Congress Joint Session: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં તેમનું 2026 સ્ટેટ ઓફ ધ યુનિયન ભાષણ આપ્યું હતું. જાન્યુઆરી 2025માં શરૂ થયેલા તેમના બીજા કાર્યકાળનું આ પહેલું સ્ટેટ ઓફ ધ યુનિયન હતું. ટ્રમ્પે તેમના પ્રથમ 13 મહિનાની સિદ્ધિઓનું વર્ણન કર્યું અને કહ્યું કે અમેરિકામાં "પહેલા ક્યારેય ન જોયા હોય તેવા પરિવર્તન" આવ્યા છે. તેમણે અર્થતંત્ર, સરહદ સુરક્ષા, ડ્રગ નિયંત્રણ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર ભાર મૂક્યો હતો.
અમે અમેરિકામાં યુગોનું પરિવર્તન લાવ્યા છીએ: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભાષણની શરૂઆત એમ કહીને કરી હતી કે , "મેં કટોકટીમાં રહેલા દેશનું નેતૃત્વ સંભાળ્યું હતું. રેકોર્ડ ફુગાવો, યુદ્ધ અને વૈશ્વિક અરાજકતા હતી. પરંતુ આજે હું ગર્વથી કહી શકું છું કે અમે એવું પરિવર્તન લાવ્યા જે પહેલાં કોઈએ જોયું નથી અને આ પરિવર્તન યુગોનું માટેનું છે." તેમણે દાવો કર્યો કે અર્થતંત્ર માત્ર ત્રણ મહિનામાં સુધર્યું છે. ગેસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. "આપણો દેશ પહેલા કરતાં મોટો અને મજબૂત છે."
અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થયો છે: ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે આપણો દેશ પાછો ટ્રેક પર આવી ગયો છે. પહેલા કરતાં વધુ મોટો, સારો, સમૃદ્ધ અને મજબૂત. અમેરિકાનો "સુવર્ણ યુગ" શરૂ થઈ ગયો છે. ટ્રમ્પે કહ્યું, "અત્યારથી પાંચ મહિનાથી ઓછા સમયમાં આપણો દેશ અમેરિકન ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઉજવણી કરશે. આપણા ગૌરવ, અમેરિકન સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ. આ 4 જુલાઈના રોજ આપણે પૃથ્વી પરના અત્યાર સુધીના સૌથી અવિશ્વસનીય અને ખાસ દેશમાં અઢી સદીઓની સ્વતંત્રતા, વિજય, પ્રગતિની ઉજવણી કરીશું. આપણે હજુ સુધી આવું કંઈ જોયું નથી. આપણે વધુ સારું કરવા જઈ રહ્યા છીએ. આ અમેરિકાનો સુવર્ણ યુગ છે."
ટ્રમ્પે સરહદ સુરક્ષા વિશે એક બોલ્ડ દાવો કર્યો અને કહ્યું કે છેલ્લા નવ મહિનામાં એક પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ અમેરિકામાં પ્રવેશ્યો નથી. "આપણી સરહદ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ફેન્ટાનાઇલ જેવા ઘાતક ડ્રગ્સની આયાતમાં 56 ટકાનો ઘટાડો નોંધ્યો. તેમણે કહ્યું કે અમેરિકા હવે વૈશ્વિક સ્તરે આદર મેળવે છે, "કદાચ પહેલા કરતાં વધુ."
ટ્રમ્પે કહ્યું હતું કે, "બાઈડન સરકારે અને કોંગ્રેસમાં તેના સાથીઓએ આપણને આપણા દેશના ઇતિહાસમાં સૌથી ખરાબ ફુગાવો આપ્યો, પરંતુ 12 મહિનામાં મારા વહીવટીતંત્રે મુખ્ય ફુગાવો પાંચ વર્ષથી વધુ સમયગાળામાં તેના સૌથી નીચા સ્તરે લાવ્યા છે. 2025ના છેલ્લા ત્રણ મહિનામાં તે ઘટીને 1.7 ટકા થયો. મારા કાર્યકાળ દરમિયાન કેટલાક રાજ્યોમાં ગેસોલિન જે 6 ડોલર પ્રતિ ગેલનથી વધુની ટોચ પર હતું, તે પ્રમાણિકપણે આપત્તિ છે. હવે, મોટાભાગના રાજ્યોમાં તે $2.30 પ્રતિ ગેલનથી નીચે છે અને કેટલાક સ્થળોએ $1.99 પ્રતિ ગેલન છે. જ્યારે મેં થોડા અઠવાડિયા પહેલા એક રાજ્યમાં મે મેં ગેસોલિન $1.85 પ્રતિ ગેલન પર પણ જોયું હતું."
ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિશે ટ્રમ્પે શું કહ્યું?
વિદેશ નીતિમાં ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક વલણ અપનાવ્યું. તેમણે કહ્યું, "હું શક્ય હોય ત્યાં શાંતિનો પીછો કરીશ, પરંતુ જ્યારે અમેરિકાને ધમકી આપવામાં આવશે ત્યારે હું ક્યારેય ખચકાટ નહીં અનુભવું. અમેરિકા ઈરાન નજીક તેની લશ્કરી હાજરી વધારી રહ્યું છે. ટ્રમ્પે અમેરિકાને "વિશ્વનો સૌથી હૉટ દેશ" ગણાવ્યો અને કહ્યું કે પાંચ મહિના પછી અમેરિકા તેની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ ઉજવશે, જે "અમેરિકાનો સુવર્ણ યુગ" હશે.























