અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા અમદાવાદ આવવા રવાના
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Feb 2020 08:37 PM (IST)
ભારત રવાના થતા અગાઉ ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદી મારા મિત્ર છે.
અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવા રવાના થઇ ગયા છે. તેમની સાથે પત્ની મેલેનિયા અને દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ ભારત પ્રવાસ પર આવી રહી છે. ટ્રમ્પ ગઇકાલ સવારે સાડા 11 વાગ્યે અમદાવાદ પહોંચશે. ભારત રવાના થતા અગાઉ ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદી મારા મિત્ર છે. ટ્રમ્પના પ્રવાસને ધ્યાનમાં રાખીને તેમના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ તેઓ વડાપ્રધાન મોદી સાથે રોડ શો કરશે અને ગાંધી આશ્રમ પહોંચશે. ત્યારબાદ તેઓ મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં એક લાખ લોકો જોડાશે.