Continues below advertisement

અમેરિકાએ બુધવારે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ સાથે કથિત જોડાણ બદલ ભારત અને ચીન સહિત અનેક દેશોની 32 સંસ્થાઓ અને વ્યક્તિઓ સામે પ્રતિબંધોની જાહેરાત કરી હતી.

અમેરિકાએ ઈરાન સામે આ આરોપો લગાવ્યા

Continues below advertisement

અમેરિકાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાનના મિસાઈલ અને અન્ય પરંપરાગત શસ્ત્રોના આક્રમક વિકાસનો સામનો કરવાના પ્રયાસો સાથે સુસંગત છે.

ઈરાન, ચીન, હોંગકોંગ, યુએઈ અને તુર્કીની કંપનીઓ પણ સામેલ છે

અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું હતું કે તેણે ઈરાન, ચીન, હોંગકોંગ, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), તુર્કી, ભારત અને અન્ય દેશોમાં સ્થિત 32 સંસ્થાઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધો લાદ્યા છે જે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ અને માનવરહિત વિમાન (યુએવી) ઉત્પાદનને સમર્થન આપતું ખરીદી નેટવર્ક ચલાવે છે. વિભાગે જણાવ્યું કે આ કાર્યવાહી સપ્ટેમ્બરમાં ઈરાન પર લાદવામાં આવેલા યુએન પ્રતિબંધો અને પ્રતિબંધાત્મક પગલાંને ફરીથી લાદવાને સમર્થન આપે છે કારણ કે દેશ તેની પરમાણુ પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો હતો.

ઈરાન વિશ્વભરમાં નાણાકીય પ્રણાલીઓનો દુરુપયોગ કરી રહ્યું છે: યુ.એસ.

અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી (ટેરરિઝમ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ) જોન કે. હર્લીએ જણાવ્યું હતું કે ઈરાન તેના પરમાણુ અને પરંપરાગત શસ્ત્રો કાર્યક્રમો માટે નાણાંની લોન્ડરિંગ અને ઘટકો મેળવવા માટે વિશ્વભરમાં નાણાકીય પ્રણાલીઓનો ઉપયોગ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્દેશ પર અમે ઈરાન પર તેના પરમાણુ જોખમને દૂર કરવા માટે મહત્તમ દબાણ લાવી રહ્યા છીએ." યુનાઇટેડ સ્ટેટ્સ અપેક્ષા રાખે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય ઈરાન સામે યુએન પ્રતિબંધોનો સંપૂર્ણ અમલ કરશે જેથી વૈશ્વિક નાણાકીય પ્રણાલીમાં તેની પહોંચ બંધ થઈ જાય.

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ભારત સ્થિત ફાર્મલેન પ્રાઇવેટ લિમિટેડ (ફાર્મલેન) ને માર્કો ક્લિન્જ (ક્લિન્જ) નામની યુએઈ સ્થિત કંપની સાથે જોડી દીધી છે, જેણે કથિત રીતે સોડિયમ ક્લોરેટ અને સોડિયમ પરક્લોરેટ જેવી સામગ્રીની ખરીદીને સરળ બનાવી હતી.

ઈરાન પર યુએન પ્રતિબંધોને સંપૂર્ણપણે લાગુ કરો

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે અમેરિકા ત્રીજા દેશોમાં સ્થિત સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવા સહિત તમામ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાનું ચાલી રાખશે જેથી ઈરાન દ્ધારા તેના બેલિસ્ટિક મિસાઇલ અને યુએવી કાર્યક્રમો માટે ડિવાઈસ અને વસ્તુઓની ખરીદીને ઉજાગર, અવરોધ અને તેનો સામનો કરી શકાય