મોસ્કોઃ યુક્રેન-રશિયા યુદ્ધની વચ્ચે અમેરિકાના એક સાંસદે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાની વાત કરી હતી. આ મામલે રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામે કહ્યું હતું કે રશિયામાંથી કોઈએ પુતિનને મારી નાખવો જોઈએ, તો જ આ યુદ્ધ (યુક્રેન સાથે) અટકશે.


અમેરિકાના સીનિયર સીનેટર લિન્ડસે ગ્રાહમે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ સમસ્યા માત્ર રશિયન લોકો જ ઠીક કરી શકે છે. લિન્ડસે ગ્રાહમે કહ્યું કે, રશિયાનો કોઇ વ્યક્તિ એ જ વ્લાદિમીર પુતિનની હત્યા કરવી પડશે. લિન્ડસે ગ્રાહમે કહ્યું કે, આ કહેવુ આસાન, કરવુ મુશ્કેલ છે, પરંતુ જો જો રશિયાના લોકો પોતાની આખી જિંદગીને અંધકારમય નથી જીવવા માંગતા અને આખી દુનિયાથી અલગ થલગ નથી થવા ઇચ્છતા તો આમ કરવાની જરૂર છે. 


તેમણે કહ્યું કે તો જ આ યુદ્ધનો અંત આવી શકે છે. લિન્ડસે ગ્રેહામે બ્રુટસ અને કર્નલ સ્ટૉફેનબર્ગનો પણ ઉલ્લેખ કર્યો. તે બ્રુટસ હતો જેણે જુલિયસ સીઝર (રોમન જનરલ) ને મારી નાખ્યો. બીજી તરફ, કર્નલ સ્ટૉફેનબર્ગે 20 જુલાઈ, 1944ના રોજ એડોલ્ફ હિટલરની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.


સાંસદે વધુમાં કહ્યું હતું કે જો તમે તમારા બાકીના જીવનને અંધકારમાં જોવા નથી માંગતા, જો તમે તમારી જાતને અત્યંત ગરીબીથી દૂર રાખવા માંગતા હોવ તો કોઈએ આ પગલું ભરવું પડશે.


અમેરિકન સાંસદના નિવેદન બાદ રશિયન દૂતાવાસે કહ્યું હતું કે  લિન્ડસે ગ્રેહામ દ્વારા પુતિનની હત્યાની વાત કરવી ગુનો છે. અમેરિકામાં રશિયાના રાજદૂત Anatoly Antonovએ કહ્યું હતું કે અમેરિકાએ આ અંગે સત્તાવાર ખુલાસો આપવો જોઈએ.


યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી અમેરિકાએ રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને યુદ્ધમાં અમેરિકાનું સૈન્ય મોકલ્યુ નથી પરંતુ રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. રશિયા માટે અમેરિકાની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે.


જોકે અમેરિકાએ કહ્યું હતું કે જો રશિયન સૈન્ય યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવે છે તો તેમના પરના પ્રતિબંધો હટાવી લેશે. હજુ સુધી આ પ્રસ્તાવ પર રશિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.