નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ આજે 20 વર્ષ બાદ અમેરિકાએ પોતાના સૈનિકોને ત્યાંથી પુરેપુરી રીતે બહાર કરી દીધા છે. અમેરિકાએ પોતાના સૈનિકોની વાપસી, અમેરિકન નાગરિકો અને અફઘાન નાગરિકોને ત્યાંથી કાઢવા માટે સૈન્ય મિશન ખતમ કરવાની પણ જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની રાજનાયિક ઉપસ્થિતિને પણ ખતમ કરી દીધી છે અને તે કતરમાં શિફ્ટ થઇ ગયા છે. પરંતુ શું તમને ખબર છે અમેરિકા ફક્ત અફઘાનિસ્તાનને જ નહીં પરંતુ જાપાન અને બ્રિટન સહિતના કેટલાય દેશોને સુરક્ષા આપે છે, એટલે કે આ દેશોમાં અમેરિકન સૈનિકો તૈનાત છે.  


બીબીસીના એક રિપોર્ટ પ્રમાણે, અમેરિકન સૈનિકો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (NATO)ના કેટલાય દેશોમાં તૈનાત છે. નોટોની સ્થાપના 4 એપ્રિલ, 1949એ સોવિયત સંઘનો મુકાબલો કરવા માટે કરવામા આવી હતી, અમેરિકા, જાપાન, બ્રિટન સહિત લગભગ 29 દેશ નાટો સભ્ય છે. આ દેશોની એકબીજા સાથે રાજનીતિક અને સૈન્ય ભાગીદારી છે. 


જર્મનીમાં સૌથી વધુ અમેરિકન સૈનિકો- 
નોટાના એક રિપોર્ટ પ્રમાણે, વર્તમાનમાં યુરોપીય દેશોમાં લગભગ 60 હજાર અમેરિકન સૈનિકો તૈનાત છે. યૂરોપમાં દર વર્ષે મોટી સંખ્યામાં અમેરિકન સૈન્ય દળોની તૈનાતી કરવામાં આવી છે. યૂરોપની વાત કરીએ તો હાલમાં જર્મનીમાં સૌથી વધુ 35 હજાર અમેરિકન સૈનિકો તૈનાત છે. 


કયા-કયા દેશોમાં છે અમેરિકન સૈનિકોની તૈનાતી?


જાપાન- 55 હજાર
જર્મની- 35 હજાર
દક્ષિણ કોરિયા- 25 હજાર
ઇટાલી- 12 હજાર
બ્રિટન- 9 હજાર
ગુઆમ- 5 હજાર
બેહરીન- 4 હજાર
સ્પેન- 3 હજાર
તુર્કી- 1 હજાર


અફઘાનિસ્તાનની સ્થિતિએ વધારી આ દેશોની ચિંતા- 
આ દેશો ઉપરાંત કુવૈત, ઇરાક, કતર, તુર્કી, જોર્ડન, યુએઇ, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ક્યૂબા, રોમાનિયા અને તાઇવાન જેવા દેશોમાં પણ અમેરિકન સૈના તૈનાત છે. તાઇવાનને લગભગ દરરોજ ચીની હુમલાઓના ધમકીનો સામનો કરવો પડે છે. હવે આ દેશોની ચિંતા છે કે શું અમેરિકા તેનો પણ સાથ અફઘાનિસ્તાનની જેમ છોડી શકે છે, એટલે કે શું ભવિષ્યમાં આ દેશોમાંથી પોતાના સૈનિકોને પાછા બોલાવી લેશે.