જાન્યુઆરીમાં સત્તા સોંપી શકે છે પુતિન
મોસ્કોના રાજનીતિક વિજ્ઞાની વલેરી સોલોવેઈએ કહ્યું કે, પુતિન આગામી વર્ષે જાન્યુઆરીમાં કોઈ અન્યને સત્તા સોંપી શકે છે. તેમણે કહ્યું કે, કદાચ પુતન પાર્કિન્સસનો સામનો કરી રહ્યા છે અને હાલની તસવીરોમાં તેમની આ બીમારીના લક્ષણો જોવા મળ્યા છે.
વીડિયો ફુટેજમાં સતત પગ ધ્રુજતા જોવા મળ્યા
હાલમાં જ સામે આવેલ પુતિનના કેટલાક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુતિનના પગ ધ્રુજતા જોવા મળી રહ્યા હતા. આ ફુટેજમાં પુતિનની આંગળીઓ પણ ધ્રુજતી જોવા મળી રહી હતી. સાથે જ તેમણે પોતાના હાથમાં એક કપ પણ પકડ્યો હતો જેમાં કેટલીક દવાઓ હતી.
2018માં ચોથી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા પુતિન
જણાવીએ કે, પુતિન વર્ષ 2018માં ચોથી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ વર્ષ 1999થી સત્તામાં છે. પોતાનો ચોથો કાર્યકાળ પૂરો થયા બાદ બંધારણીય કારણોસર પુતિન 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નહીં લડી શકે. રશિયામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષનો હતો. પરંતુ બાદમાં કાર્યકાળ વધારીને 6 વર્ષ કરવામાં આવ્યો હતો.