US-Iran War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (6 એપ્રિલ) ફરી એકવાર દાવો કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કર્યું અને 50 કરોડ લોકોના જીવ બચાવ્યા, જ્યારે ઈરાન સાથેના યુદ્ધને પાંચ અઠવાડિયા વીતી ગયા છે.
"મેં આઠ યુદ્ધો ખતમ કર્યા." વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું, "મેં આઠ યુદ્ધો ખતમ કર્યા, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું પણ એક યુદ્ધ હતું. પાકિસ્તાનના વડાપ્રધાને પણ મને કહ્યું હતું કે મેં 30 થી 50 મિલિયન લોકોના જીવ બચાવ્યા છે." તેમણે પ્રેસ કોન્ફરન્સમાં બીજી વખત પોતાના દાવાને પુનરાવર્તિત કરતા કહ્યું કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ સહિત આઠ યુદ્ધો ખતમ કર્યા, અને ફરીથી નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા બદલ અફસોસ વ્યક્ત કર્યો.
"આપણે બીજું યુદ્ધ ખતમ કરવું પડશે," ટ્રમ્પે કહ્યું, જોકે તેમણે એ સ્પષ્ટ કર્યું નહીં કે તેઓ ઈરાન સાથેના યુદ્ધ, રશિયા-યુક્રેન સંઘર્ષ કે અન્ય કોઈ વૈશ્વિક સંઘર્ષનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
ભારતે ટ્રમ્પના દાવાઓને પહેલાથી જ નકારી કાઢ્યા છે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ ગયા વર્ષે મે મહિનામાં ત્યારે વધુ વકર્યો જ્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનની સરહદોની અંદર આતંકવાદીઓને નિશાન બનાવતા ત્રણ દિવસના ઓપરેશન "ઓપરેશન સિંદૂર" શરૂ કર્યું. ટ્રમ્પે અગાઉ ઘણી વખત દાવો કર્યો છે કે તેમણે જ આ સંઘર્ષનો અંત લાવ્યો હતો. જો કે, ભારત દ્વારા આ દાવાને વારંવાર નકારી કાઢવામાં આવ્યો છે.
ટ્રમ્પે નાટો સાથીઓ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાને સમર્થન ન આપવા અને ઈરાન સામેના યુદ્ધમાં મદદ ન કરવા બદલ નાટો સાથીઓ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "તમે જાણો છો કે બીજા કોણે અમને મદદ ન કરી? દક્ષિણ કોરિયાએ અમને મદદ ન કરી. તમે જાણો છો કે બીજા કોણે અમને મદદ ન કરી? ઓસ્ટ્રેલિયાએ અમને મદદ ન કરી. તમે જાણો છો કે બીજા કોણે અમને મદદ ન કરી? જાપાન. ઉત્તર કોરિયાથી જાપાનને બચાવવા માટે અમારી પાસે 50,000 સૈનિકો છે. કિમ જોંગ ઉનથી બચાવવા માટે અમારી પાસે 45,000 સૈનિકો છે, જેમની સાથે મારા ખૂબ સારા સંબંધો છે."
