Israel lebanon war: ઈઝરાયેલ અને લેબનાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હિઝબુલ્લાહએ દાવો કર્યો છે કે તેણે તેલ અવીવ પર મિસાઈલ હુમલો કર્યો છે. તેના નિવેદનમાં ઈરાન સમર્થિત જૂથે કહ્યું કે, તેણે ઈઝરાયેલની રાજધાનીમાં સ્થિત નિરિત વિસ્તારમાં મિસાઈલોથી હુમલો કર્યો હતો. ટેલિગ્રામ પરની એક પોસ્ટમાં, લેબનીઝ જૂથે કહ્યું કે તેઓએ ગાઝામાં પેલેસ્ટિનિયનો સાથે એકતામાં અને લેબનીઝ લોકોના સંરક્ષણના સમર્થનમાં આ હુમલો કર્યો છે. હિઝબુલ્લાહનું નિવેદન અલ ઝઝીરાની સનાદ એજન્સી દ્વારા વેરિફાઈડ વીડિયો પછી આવ્યું છે.
રૉઇટર્સના અહેવાલ મુજબ, એરસ્ટ્રાઇક દરમિયાન તેલ અવીવની ચારેબાજુ સાયરન વાગી રહ્યા હતા. હાલ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ઇઝરાયેલના મીડિયા અહેવાલોને ટાંકીને, અલ ઝઝીરાએ અહેવાલ આપ્યો છે કે હિઝબોલ્લાહ અને ઇઝરાયેલી સૈન્ય દ્વારા તેલ અવીવ વિસ્તારમાં કટોકટીની સ્થિતિ જાહેર કર્યા પછી બેન ગુરિયન એરપોર્ટ પર તમામ હવાઈ ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે.
ઇઝરાયેલી સેનાએ પુષ્ટિ કરી છે કે, હિઝબુલ્લાએ તેલ અવીવ તરફ ઓછામાં ઓછા 20 રૉકેટ છોડ્યા છે. આકાશમાં ઉડતા રૉકેટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સૈન્ય ખુફિયા યૂનિટ પર પણ કર્યો હુમલો
ઇઝરાયેલી મીડિયાએ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે ઇન્ટરસેપ્ટરના ટુકડા ઉત્તર ઇઝરાયેલના શહેર મેગન માઇકલમાં પડ્યા હતા, જેનાથી એક ઇમારત તેમજ વાહનોને નુકસાન થયું હતું. હિઝબુલ્લાહે કહ્યું કે મિસાઇલ હુમલો તેલ અવીવના ઉપનગરોમાં સ્થિત લશ્કરી ગુપ્તચર એકમ 8200ના ગિલોટ બેઝને નિશાન બનાવ્યો હતો. તેઓએ એમ પણ કહ્યું કે તેણે હૈફા નજીકના નૌકાદળના થાણાને નિશાન બનાવ્યું હતું.
આ પણ વાંચો
'ઇરાન પર ઇઝરાયેલ છોડવાનું હતું પરમાણું મિસાઇલ...' - લીક ડૉક્યૂમેન્ટમાં થયો મોટો ખુલાસો