Ukraine Russia War: રશિયા અને યૂક્રેન યુદ્ધ પર અત્યારે દુનિયાની નજર છે, કેમકે બન્ને દેશોએ હુમલા વધુ આક્રમક રીતે કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાએ યૂક્રેનને બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરવાની મંજૂરી આપી દીધી છે, તો વળી, રશિયાએ પરમાણું હુમલાની ધમકી આપી દીધી છે. આ બધાની વચ્ચે હાલમાં મોટુ અપડેટ સામે આવ્યુ છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ ક્રેમલિન તરફથી કૉલ મળ્યા બાદ ICBM મિસાઇલ હુમલા અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

Continues below advertisement

21 નવેમ્બરે, સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે, રશિયાએ યૂક્રેનિયન શહેર ડીનિપ્રો પર ICBM મિસાઇલોથી હુમલો કર્યો. પરંતુ આ હુમલા સાથે જોડાયેલી એક વિચિત્ર ઘટના બની છે. વાસ્તવમાં, રશિયન પ્રવક્તા એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી રહી હતી, જ્યારે પ્રેસ કૉન્ફરન્સની વચ્ચે તેને ક્રેમલિનથી ફોન આવ્યો હતો.

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ ક્રેમલિન તરફથી કૉલ મળ્યા બાદ ICBM મિસાઇલ હુમલા અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. કદાચ તેને ક્રેમલિન દ્વારા આ મુદ્દા પર બોલતા અટકાવવામાં આવ્યો હતો. પરંતુ તેનું માઈક ચાલુ હોવાનું જાણવા મળતા તેનું રહસ્ય ખુલ્યું હતું.

Continues below advertisement

પ્રેસ કૉન્ફરન્સમાં છેવટે શું બન્યું ? પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રશિયન પ્રવક્તાને કૉલર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે યૂક્રેનિયન શહેર ડીનિપ્રોમાં "યુઝમાશ" એરોસ્પેસ ઉત્પાદકને સંડોવતા મિસાઇલ હુમલા પર ટિપ્પણી ના કરે. તેમણે કહ્યું, 'અમે યુઝમાશ બેલિસ્ટિક મિસાઈલ હુમલા પર કોઈ ટિપ્પણી નથી કરી રહ્યા, જેના વિશે પશ્ચિમી દેશોએ વાત કરવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી